ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
2 જુલાઈ 2020
કોરોનાવાયરસ ના સંક્રમણ સામે ઝઝૂમી રહેલા મેક્સિકોમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. મેક્સિકોનાં ઇરાપુઆટો શહેરમાં બુધવારનાં રોજ એક વ્યસન મુક્તિ કેન્દ્ર પર કેટલાક અજ્ઞાત બંદૂકધારીઓએ હુમલો કરી ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં 24 લોકોનાં કરૂણ મોત નિપજ્યા હતા અને સાત લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેમને તરત જ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
આ મામલે તપાસ કરી રહેલી પોલીસે જણાવ્યું હતું કે આ કેન્દ્રની વ્યસન મુક્તિ કેન્દ્ર ની કાયદેસર કોઈ નોંધણી કરાવાય નથી. ગુઆનાજુઆટો પોલીસે જણાવ્યું કે હુમલો બુધવારે ઇરાપુઆટો શહેરમાં થયો હતો જેમાં હુમલાખોરોએ વ્યસનમુક્તિ કેન્દ્રમાં હાજર રહેલા તમામ લોકોને નિશાન બનાવ્યાં હતા. એક અહેવાલ મુજબ અહીંથી કોઈનું અહરપણ કરવામાં આવ્યું નથી, પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે શા માટે આ હુમલો થયો ?? જોકે, તેનું કારણ હજુ સામે આવ્યું નથી. પરંતુ ઇરાપુઆટો શહેરનાં ગવર્નરે જણાવ્યું કે 'ઘટના જોતા એવું અનુમાન થઈ રહ્યું છે કે નશીલા પદાર્થોની દાણચોરી કરનાર ગેન્ગ આ કામમાં શામેલ છે'…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com