ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૩ મે 2021
ગુરુવાર
ગત બે દિવસથી ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા સાડા ત્રણ લાખ અથવા તેની નીચે જઈ રહી છે. આનાથી અગાઉ બે દિવસ માટે કોરોના ના કેસ ની સંખ્યા દૈનિક ચાર લાખ ને અડી રહી હતી. આ આંકડાઓના આધારે દિલ્હી સ્થિત પ્રતિષ્ઠિત હોસ્પિટલના ડોક્ટરોનું કહેવું છે કે ભારતમાંથી કોરોના ની બીજી લહેર ના વળતા પાણી થઇ રહ્યા છે. હવે ચરમસીમા સમાપ્ત થઈ ગઈ છે અને ધીમે ધીમે કેસે ઓછા થવા માંડશે.
જોવાનું એ રહે છે કે ડોક્ટરોની આ ભવિષ્યવાણી કેટલી સાચી પડે છે.