કોરોના કાળ દરમિયાન દિલ્હીમાં તબલીગી સમુદાયનો ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો. 13 થી 24 માર્ચની વચ્ચે, તબલીગી સમુદાયના 16,500 લોકો નિઝામુદ્દીનની મુલાકાત લીધી હતી.
આ કાર્યક્રમ બાદ લોકો જુદા જુદા રાજ્યોમાં પાછા ફર્યા. જોકે પાછળથી આ ઘટનાને કોરોના ફેલાવવા માટે જવાબદાર ઠેરવવામાં આવી હતી.
આ ઘટનાની ગેર રજુઆત કરવા બદલ ત્રણ પ્રતિષ્ઠિત ન્યૂઝ ચેનલોને દંડ ફટકારવામાં આવ્યો છે.
દંડ લાદવા ઉપરાંત સંબંધિત ન્યૂઝ ચેનલે 23 જૂને રાત્રે 9 વાગ્યે સમાચાર પ્રસારિત થાય તે પહેલાં શ્રોતાઓની માફી માંગવાનો નિર્દેશ પણ આપ્યો છે.
ન્યૂઝ બ્રોડકાસ્ટિંગ સ્ટાન્ડર્ડ ઓથોરીટી (એનબીએસએ) દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી.
મનસુખ હિરેન કેસમાં પ્રદિપ શર્મા બાદ હવે આ રિપોર્ટ બનાવનાર ડોક્ટર એનઆઈએના રડાર પર ; જાણો વિગતે