ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
29 જુન 2020
જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં સોમવારે સુરક્ષા દળો સાથેની એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છે.જેમાં બે લશ્કર-એ-તૈયબા અને એક હિજબુલ મુજાહિદ્દીનનો કમાન્ડર માર્યો ગયો છે. આ એન્કાઉન્ટર સાથે જ અનંતનાગના ડોડા અને ત્રાલ જિલ્લાને આંતકવાદી મુક્ત જાહેર કરવામાં આવ્યા છે. દક્ષીણ કાશ્મીર જે આતંકવાદીઓનું ગઢ ગણાતું હતું તે આતંક મુક્ત થયું છે.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, સુરક્ષા દળોએ આ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી હોવાની માહિતીને પગલે દક્ષિણ કાશ્મીર જિલ્લાના ખુલચોહર ખાતે કોર્ડન કરીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ અભિયાન સેના અને સ્થાનિક પોલીસના સંયુક્ત પર્યાસોનુ પરિણામ છે.
ઉલ્લેખનીય છે કે જૂન મહિનામાં 46 આતંકવાદીઓને મારવામાં આવ્યા છે અને પાછલા છ મહિનામાં જમ્મુ-કાશ્મીર માંથી કુલ 125 આતંકવાદીઓને મારવામાં આવ્યા છે. હજી તો અડધું વર્ષ પૂર્ણ થયું છે ત્યાં ડોડા અને ત્રાલ આતંકવાદી મુક્ત જાહેર થઈ ગયા છે.. સેનાના જણાવ્યા મુજબ 'ઓપરેશન ઓલ આઉટ' આગળ પણ અનેક જિલ્લાઓમાં ચાલુ રહેશે અને જમ્મુ-કાશ્મીરમાંથી આતંકવાદીઓનો સફાયો કરવામાં આવશે….
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com