ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
09 ડિસેમ્બર 2020
દેશ વિદેશમાં જે રીતે કોરોનાની રસીનું સંશોધન થઈ રહ્યું છે એજ રીતે તેને લાગુ કરવાની તડામાર તૈયારી ઓ ચાલી રહી છે. રસી કોને પહેલા આપવી? એને લઈને કોઈ કન્ફ્યુઝન ન થાય એ માટે કોવિડ-19 વેક્સિનના રસીકરણ માટે સરકારે 30 કરોડ ભારતીયોની પસંદગી કરી છે. જેને જરૂરી મંજૂરી મળ્યા બાદ રસી મુકાશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે હ્યું કે, કમિટીએ 30 કરોડ ભારતીયોને સૌથી પહેલા વેક્સિ શોટ્સ આપવાની ભલામણ કરી છે. જેમાં એક કરોડ હેલ્થકેર વર્કર્સ, બે કરોડ ફ્રન્ટ લાઇન વર્કર્સ અને 27 કરોડ સામાન્ય નાગરિકો છે.
આ માટે નિમાયેલી નિષ્ણાતોની કમિટી ત્રણ વેક્સિન દાવેદાર (ફાઈઝર, સીરમ અને ભારત બાયોટેક) પર નજર રાખશે. કોવિડ-19 વેક્સિન પર એક્સપર્ટ કમિટીએ કહ્યું છે કે, 97 ટકા સરકારી અને 70 ટકા ખાનગી ફ્રન્ટલાઇન હેલ્થકેર શ્રમિકોનો ડેટા મળી ચુક્યો છે. જેને અંતિમ રૂપ આપવામાં આવી રહ્યું છે.
સરકારી સૂત્રોના કહેવા મુજબ, વેક્સિન લગાવવાના દિશાનિર્દેશોને અંતિમ રૂપ આપવામાં આવી રહ્યું છે. પ્રત્યેક રસીકરણ કેન્દ્રમાં ત્રણ અલગ અલગ રૂમ હશે. પ્રથમ રૂમમાં લાભાર્થીએ રાહ જોવી પડશે, બીજા રૂમાં તંત્ર દ્વારા રસી આપવામાં આવશે અને છેલ્લે પ્રતીક્ષા ખંડમાં મોકલવામાં આવશે. જ્યાં કોઈ આડઅસર થાય છે કે નહીં તે જોવામાં આવશે. અહીંયા તેણે લગભગ 30 મિનિટ સુધી બેસવું પડશે. દરેક સત્રમાં 100 લોકોને જ રસી આપવામાં આવશે.
