News Continuous Bureau | Mumbai
હોસ્પિટલ પ્રશાસને 30 એપ્રિલે સંસ્થામાં પ્રસારિત ‘મન કી બાત’ કાર્યક્રમના 100મા એપિસોડને સાંભળવા માટે પ્રથમ અને ત્રીજા વર્ષની વિદ્યાર્થીનીઓ માટે ફરજિયાત બનાવ્યું હતું, જેમાં 36 વિદ્યાર્થીનીઓએ હાજરી આપી ન હતી.
બાદમાં, હોસ્પિટલ સત્તાવાળાઓએ 3 મેના રોજ એક આદેશ જારી કરીને ગર્લ સ્ટુડન્ટ્સને જાણ કરી હતી કે 28 ત્રીજા વર્ષની ગર્લ સ્ટુડન્ટ્સ અને 8 ફર્સ્ટ યરની વિદ્યાર્થિનીઓને એક અઠવાડિયા સુધી હોસ્ટેલમાંથી બહાર જવા દેવામાં આવશે નહીં.
આદેશ અનુસાર, સંસ્થાના વોર્ડને તાજેતરમાં પ્રથમ અને ત્રીજા વર્ષની ગર્લ સ્ટુડન્ટ્સને કહ્યું હતું કે લેક્ચર થિયેટર-1માં 30 એપ્રિલે ‘મન કી બાત’ કાર્યક્રમનો 100મો એપિસોડ સાંભળવો તેમના માટે ફરજિયાત રાખવામાં આવ્યું હતું. જોકે વોર્ડન અને હોસ્ટેલ કોઓર્ડિનેટર દ્વારા વારંવાર રીમાઇન્ડર કરવા છતાં, 36 વિદ્યાર્થીનીઓએ કાર્યક્રમમાં હાજરી આપી ન હતી.
આ સમાચાર પણ વાંચો કામના સમાચાર : પૂર્વ ઉપનગરોના ‘આ’ વોર્ડમાં દર શનિવારે પાણી બંધ રહેશે