ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
20 ઓક્ટોબર 2020
તહેવારની સિઝનમાં ભારતીય રેલ્વેએ મુસાફરોને મોટી ભેટ આપી છે. રેલવેએ વધુ વિશેષ ટ્રેનો દોડાવવાનો નિર્ણય લીધો છે. મુસાફરોની સુવિધા માટે આજથી 392 વિશેષ ટ્રેનો દોડાવવામાં આવશે.
આ તારીખ સુધીમાં રેલવે દ્વારા બુકિંગ થઈ શકે છે, આ તમામ વિશેષ ટ્રેનોનું વિશેષ ભાડુ લેવામાં આવશે. જો તમારે પણ મુસાફરી કરવી હોય, તો ધ્યાનમાં રાખો કે બુકીંગ ફક્ત 20 ઓક્ટોબર થી 22 ઓક્ટોબર વચ્ચે જ થઈ શકશે. ફક્ત જેનું રિઝર્વેશન હશે તે જ મુસાફરી કરી શકશે.
રેલ્વેએ જાહેરાત કરી છે કે દુર્ગાપૂજા, દશેરા, દિવાળી અને છઠ ને ધ્યાનમાં રાખીને ઓક્ટોબરથી નવેમ્બર વચ્ચે રેલ્વે 392 ફેસ્ટિવલ માટે વિશેષ ટ્રેનો દોડાવશે. આ ટ્રેનો 20 ઓક્ટોબર (આજે) થી 30 નવેમ્બરની વચ્ચે દોડાવવામાં આવશે. કોલકાતા, પટના, વારાણસી, લખનઉ જેવા શહેરો માટે ખાસ ટ્રેનો દોડશે.
આ વિશેષ ટ્રેનોનું ભાડુ સામાન્ય ટ્રેનો કરતા 30% વધુ હશે. એટલે કે, આ ટ્રેનોમાં મુસાફરી માટે મુસાફરોએ વધુ ખર્ચ કરવો પડશે. નોંધનીય છે કે રેલ્વે સામાન્ય દિવસોમાં દરરોજ લગભગ 12 હજાર ટ્રેનો દોડાવી રહી હતી, પરંતુ કોરોના સંકટ વચ્ચે ટ્રેનો માંગ મુજબ ધીમે ધીમે શરૂ કરવામાં આવી રહી છે. તે જ સમયે, કોરોનાને ધ્યાનમાં રાખીને, રેલ્વેએ પણ સખત મુસાફરીના નિયમો જારી કર્યા છે. આ સાથે, અમને સૂચના આપવામાં આવી છે કે આ નિયમોને તોડવાથી જેલ થઈ શકે છે.
