ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
29 જુન 2020
પાકિસ્તાનથી મળતાં સમાચાર મુજબ સોમવારે પાકિસ્તાન સ્ટોક એક્સચેંજની બિલ્ડિંગમાં ઘુસી જઈ ચાર આતંલવાદીઓએ હુમલો કર્યો છે. તેઓએ ઇમારત ની અંદર ઘુસી જઈ તાબડતોબ ફાયરિંગ શરૂ કરી દીધું હતું.
પોલીસે જણાવ્યું હતું કે ચાર આતંકવાદીઓમાંથી ત્રણ માર્યા ગયા છે જ્યારે એક મકાનની અંદર છે જેની તપાસ ચાલુ છે. પ્રથમ આતંકીઓએ બિલ્ડિંગના મુખ્ય દરવાજા પર ગ્રેનેડ હુમલો કર્યો હતો અને તુરંત જ અંધાધૂંધ ફાયરિંગ કરતાં કરતાં બિલ્ડિંગમાં ઘુસી ગયાં હતાં. ઇજાગ્રસ્તોમાં પીએસએક્સ બિલ્ડિંગની બહાર સ્થિત એક પોલીસ અધિકારી અને સુરક્ષા ગાર્ડનો સમાવેશ થાય છે.
પાકિસ્તાન પોલીસના કહેવા પ્રમાણે, આસપાસના વિસ્તારોને સીલ કરી દીધા છે, જ્યારે ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા છે….
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com