ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
25 જુન 2020
ભારતીય લોકશાહીના ઇતિહાસમાં 25 જૂન 1975 એક કાળી તારીખ છે. આ દિવસે તત્કાલિન વડાપ્રધાન ઇંદિરા ગાંધીના કહેવા પર તત્કાલિન રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહમદે દેશમાં ઇમરજન્સીની જાહેરાત કરી હતી. આજે 45 વર્ષ પૂર્ણ થયા છે. જેને લઇને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે દેશમાં ઇમરજન્સી લાગુ થયાના 45 વર્ષ પૂરા થતાં કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે, 'આજના દિવસે 45 વર્ષ પહેલા સત્તા માટે એક પરિવારની લાલચે ઇમરજન્સી લાગુ કરી દીધી. રાતોરાત રાષ્ટ્રને જેલમાં ફેરવી દીધું. પ્રેસ, કોર્ટ, અભિવ્યક્તિની આઝાદી…બધું ખતમ થઈ ગયું. ગરીબો અને દલિતો પર અત્યાચાર કરવામાં આવ્યા. વધુમાં તેમણે કહ્યું કે લાખો લોકોના પ્રયાસોના કારણે કટોકટી હટાવી દેવામાં આવી હતી. ભારતમાં લોકતંત્રનું પુનઃસ્થાપન થઈ ગયું, પરંતુ કોંગ્રેસમાં લોકતંત્ર પુનર્સ્થાપન ન થઈ શક્યું. એક પરિવારના હિત પાર્ટીના હિતો અને રાષ્ટ્રીય હિતો પર હાવી હતા. આ ખેદજનક સ્થિતિ આજની કોંગ્રેસમાં પણ ઉદ્દભવે છે.' કોંગ્રેસ વર્કિંગ કમિટીનો ઉલ્લેખ કરતા અમિત શાહે કહ્યું, 'સીડબ્લૂસીની તાજેતરની બેઠક દરમિયાન વરિષ્ઠ સભ્યો અને નાના સભ્યોએ કેટલાક મુદ્દાને ઉઠાવ્યા, પરંતુ તેમના પર ગુસ્સો કરીને તેમને શાંત કરી દેવાયા. પાર્ટીના એક પ્રવક્તાને વગર વિચારે સમજે બર્ખાસ્ત કરી દેવાયા. દુખદ સત્ય એ છે કે કોંગ્રેસમાં નેતા ગૂંગળામણ અનુભવી રહ્યા છે. દેશના એક વિપક્ષી દળના રૂપમાં કોંગ્રેસે પોતાને પ્રશ્ન પૂછવાની જરૂર છે. આખરે કેમ તેમની ઇમરજન્સીની માનસિકતા યથાવત છે. આખરે કેમ એક રાજવંશ સાથે સંબંધ ન રાખનાર તે પાર્ટીના નેતા બોલી શકતા નથી? કેમ ત્યાં નેતા નિરાશ છે? આ ઉપરાંત પાર્ટીનો અલગાવ યથાવત છે.નોંધનીય છે કે, 25 જૂન 1975થી 21 માર્ચ 1977 સુધી એટલે કે 21 મહિના માટે દેશમાં કટોકટી લગાવવામાં આવી હતી. તત્કાલીન રાષ્ટ્રપતિ ફખરૂદ્દીન અલી અહેમદે તત્કાલીન પ્રધાનમંત્રી ઈંદિરા ગાંધીના કહેવા પર ભારતીય બંધારણની કલમ 352 હેઠળ કટોકટીની જાહેરાત કરી હતી. કટોકટીમાં નાગરિક અધિકારોને ખતમ કરી દેવામાં આવ્યા હતા…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com