185
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 02 સપ્ટેમ્બર, 2021
ગુરુવાર
નાણામંત્રી નિર્મલા સીતારમણની આગેવાનીમાં જીએસટી કાઉન્સિલની બેઠક 17 સપ્ટેમ્બરે લખનઉમાં યોજાશે.
પ્રાપ્ત જાણકારી મુજબ આ બેઠકમાં રાજ્યોને મહેસૂલી નુકસાન પર વળતર, કોવિડ -19 થી સંબંધિત માલસામાનના દર અને કેટલીક વસ્તુઓ પર રિવર્સ ડ્યુટી સ્ટ્રક્ચર પર વિચારણા કરી શકાય છે.
આ અંગેની જાણકારી નાણામંત્રી નિર્મલા સીતારમણે ટ્વિટ કરીને આપી છે
ઉલ્લેખનીય છે કે જીએસટી કાઉન્સિલની છેલ્લી બેઠક 12 જૂને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા મળી હતી. આમાં, કોવિડ -19 સંબંધિત સામગ્રીઓ પર કર દર 30 સપ્ટેમ્બર સુધી ઘટાડવામાં આવ્યા હતા.
You Might Be Interested In