• બેમાંથી એક પુખ્ત વ્યક્તિ ઉંઘ બગડવા પાછળ મચ્છરને મહત્વનું પરિબળ ગણાવે છે
• પશ્ચિમના રાજ્યોનાં લોકોને સૌથી વધુ મુશ્કેલીઃ 61 ટકા લોકોને મચ્છર કરડવાથી અને તેનાં ગણગણાટનાં અવાજથી ઉંઘ લેવામાં મુશ્કેલી
પૂરતી ઉંઘનાં મહત્વ અંગે જાગૃતિ ફેલાવવા અને વ્યક્તિનાં સામાન્ય આરોગ્ય અને સુખાકારી પર તેની કેવી અસર પડે છે તે અંગે જાગૃતિ ફેલાવવા દર વર્ષે 17 માર્ચનાં રોજ વિશ્વ ઉંઘ દિવસ (વર્લ્ડ સ્લીપ ડે)ની ઉજવણી કરવામાં આવે છે. મેડિકલ, જીવનશૈલી અથવા તો તણાવ સંબંધિત મુદ્દાઓને કારણે વિક્ષિપ્ત ઉંઘની સમસ્યા હોઇ શકે છે પણ એ સિવાય કેટલાંક બાહ્ય પરિબળો છે જે તમને સારી રીતે ઉંઘવા નથી દેતાં પણ તેની હંમેશા અવગણના કરવામાં આવે છે. બિનઆરામદાયક ગાદલાં/તકિયાં, હવામાન અને મચ્છરને કારણે ઉંઘ બગડે છે. ભારતની અગ્રણી જંતુનાશક બ્રાન્ડ ગુડનાઇટના સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે 55 ટકા ભારતીયો માને છે કે મચ્છરના ડંખ અને તેનાં ગણગણાટભર્યો અવાજ સારી ઉંઘ ન આવવા પાછળનું મુખ્ય કારણ છે.
ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ(GCPL) ની બ્રાન્ડ ગુડનાઇટે ઉંઘવાની પેટર્ન પર મચ્છરની અસર સમજવા માટે માર્કેટ રિસર્ચ અને ડેટા એનાલિટિક્સ ફર્મ YouGovનાં સહયોગમાં સર્વે કરાવ્યો હતો. દેશભરમાં 1,011 લોકોનો સર્વે કરવામાં આવ્યો હતો.
સર્વે સ્પષ્ટપણે દર્શાવે છે કે લગભગ 60 ટકા લોકોએ ઉંઘમાં ખલેલ અથવા તો ગુણવત્તાસભર ઉંઘનાં અભાવ માટે મચ્છરને જવાબદાર ગણાવ્યા હતા. હવામાનમાં ફેરફાર (અત્યંત ગરમી/ઠંડી)નું પરિબળ પણ એટલું જ જવાબદાર પણ હતું, પણ પરેશાન કરનાર પરિબળ તરીકે તો ‘ગણગણાટ કરતાં રાક્ષસ’ (મચ્છર)નું જ નામ આવ્યું હતું.
આ સમાચાર પણ વાંચો : શું તમે કદી ચળકતા ચાંદી જેવા રંગનો ઘોડો જોયો છે. પરીકથાના ઘોડો વાસ્તવમાં છે. જુઓ વિડીયો..
ભૌગોલિક પ્રદેશ તરીકે જોઇએ તો, ઉત્તર અને પશ્ચિમ ભારતનાં 55 ટકા, દક્ષિણ ઝોનના 53 ટકા અને પૂર્વ તથા ઉત્તર પૂર્વના 50 ટકા લોકોએ વિક્ષિપ્ત ઉંઘ અથવા ગુણવત્તાસભર ઉંઘની ખામી માટે મચ્છરના ડંખ અને તેનાં ગણગણાટભર્યા અવાજને જવાબદાર ગણાવ્યો હતો. રસપ્રદ રીતે, મચ્છરના ત્રાસનો સૌથી વધુ ભોગ પશ્ચિમ ભારતનાં લોકો બન્યાં હતા, જ્યાં 61 ટકા લોકોએ ઉંઘ બગડવા માટે મચ્છરોનાં ડંખ અને તેમનાં અવાજને જવાબદાર ગણાવ્યા હતા. બેમાંથી એક પુખ્ત વ્યક્તિએ ઉંઘમાં ખલેલ માટે મચ્છરોને જવાબદાર ગણાવ્યા હતા.
ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટસ લિમિટેડ (GCPL)ના કેટેગરી હેડ શેખર સૌરભે જણાવ્યું હતું કે, “અન્ય કારણો ઉપરાંત, મચ્છરોનો ત્રાસ ઉંઘમાં ખલેલ માટેનાં મહત્વનાં કારણોમાંનું એક છે અને ભારતનાં લોકોનાં આરોગ્ય પર તેની અસર પડે છે. લોકોને એ સમજાઈ રહ્યું છે કે મચ્છરને કારણે તેમનાં અને તેમનાં પરિવારજનોનાં આરોગ્ય અને સુખાકારી પર અસર પડી રહી છે. આ સર્વેનાં તારણ મચ્છર અંકુશ માટેનાં સંપૂર્ણ પગલાંની જરૂર હોવાનું પ્રતિપાદિત કરે છે. ઘરમાં વપરાતા જંતુનાશકોની કેટેગરીમાં માર્કેટ લીડર તરીકે ગુડનાઇટ લોકોની સારી ઉંઘનું મહત્વ સમજે છે અને તમામ ઘરોમાં સલામત અને કિફાયતી મોસ્ક્વિટો રેપેલન્ટ્સ (મચ્છર મારવાની દવા) પૂરી પાડવા કટિબદ્ધ છે.”
વ્યક્તિની સુખાકારી માટે શાંતિપૂર્ણ ઉંઘ જરૂરી છે. ગુડનાઇટ તેની વિશાળ પ્રોડક્ટ રેન્જ દ્વારા શ્રેષ્ઠ મોસ્ક્વિટો રેપેલન્ટ્સ પૂરાં પાડવા પ્રયાસશીલ છે. તાજેતરમાં, બ્રાન્ડે તમામ ભારતીય ઘરોમાં સલામત ઉપાય તરીકે કિફાયતી ભાવની મોસ્ક્વિટો રેપેલન્ટ ડિવાઇસ ‘ગુડનાઇટ મિની’ બજારમાં મૂકી હતી.