Site icon

દેશના 55% લોકોનું માનવું છે ‘કોંગ્રેસ અધ્યક્ષ’ તરીકે સોનિયા ગાંધી અસફળ રહ્યા છે.. જાણો વિગત

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

08 ઓગસ્ટ 2020

સોનિયા ગાંધીએ પાર્ટીનો ચાર્જ સંભાળ્યો ત્યારથી જ પાર્ટીની સેન્ટ્રલ કમાન્ડ તેના જૂના રક્ષક અને ટીમ રાહુલની વચ્ચેની લડાઇ જાણીતી છે. કોંગ્રેસ કે પાર્ટીના વડા સોનિયા ગાંધીએ સંતોષકારક પ્રદર્શન કર્યું નથી. કોંગ્રેસની જેમ, સોનિયા ગાંધીની પાર્ટીના અધ્યક્ષ તરીકેની કામગીરીને પણ મોટા ભાગના લોકોએ અસફળ કહી છે. 55 ટકા લોકોને લાગે છે કે સોનિયા ગાંધી કોંગ્રેસને સફળતાપૂર્વક ચલાવી શક્યા નથી. જ્યારે 20 ટકા લોકોનું માનવું છે કે તેમનું નેતૃત્વ 'નબળું' રહ્યું છે.

ગયાં વર્ષે લોકસભાની ચૂંટણીમાં પાર્ટીના નબળા પ્રદર્શનને કારણે રાહુલ ગાંધીએ પદ છોડ્યા બાદ સોનિયા ગાંધીએ ઓગસ્ટ 2019 માં કોંગ્રેસ પાર્ટીના વચગાળાના અધ્યક્ષ તરીકેનો હવાલો સંભાળ્યો હતો. ત્યારબાદથી મહારાષ્ટ્ર, ઝારખંડ, હરિયાણા અને દિલ્હી એમ ચાર રાજ્યોમાં ચૂંટણી યોજાઈ છે. ચાર રાજ્યોમાંથી કોઈ પણ રાજ્યમાં કોંગ્રેસના મુખ્યમંત્રી નથી અને પાર્ટી મહારાષ્ટ્ર અને ઝારખંડમાં ફક્ત સહાયકની ભૂમિકા નિભાવી રહી છે. જ્યારે તે હરિયાણામાં સત્તા મેળવવાની નજીક આવી હતી પરંતુ કેન્દ્રીય નેતૃત્વના ટેકાના અભાવને લીધે પ્રાદેશિક લોકોએ સંઘર્ષ કરવો પડ્યો. અરે, દિલ્હીમાં પણ પક્ષ તરફથી એક પણ સ્પષ્ટ ચહેરો ન હોવાથી ચૂંટણીમાં એક પણ બેઠક મળી નહોતી.

બીજી બાજુ રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતે મુખ્ય પ્રધાન તરીકેની પોતાની મહત્વાકાંક્ષાના સંતોષવા માટે યુવા નાયબ મુખ્યમંત્રી સચિન પાઇલટને જે રીતે સજા કરવામાં આવી તેનાથી મતદારો નારાજ છે. સોનિયા ગાંધી પર પણ પક્ષના સભ્યો દ્વારા નિર્ણય લેવામાં વિલંબ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે, જે તેમની એક આદત છે. શું સોનિયા ગાંધી તેમના ઘરને ફરીથી બેઠું કરી શકશે? ફરી સુસંચાલન કરશે કે પછી, આખરે પાર્ટી નેતૃત્વમાં પરિવર્તન લાવવુ પડશે.? આમ કોંગ્રેસનું ભવિષ્ય હાલ અધ્ધર તાલ છે. અને ભવિષ્યમાં કોણ સ્થાયી અધ્યક્ષ બનશે એની પણ સ્પષ્ટતાં નથી.

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/30Ze56i 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com   

Railway Refund Rules 2026: વંદે ભારત સ્લીપર અને અમૃત ભારત 2 માં ટિકિટ કેન્સલેશનના નિયમો બદલાયા; જાણો રિફંડ માટેની નવી સમય મર્યાદા
BJP Organizational Changes: અધ્યક્ષ બનતા જ નિતિન નબીનનો માસ્ટરસ્ટ્રોક! વિનોદ તાવડે અને આશિષ શેલારને સોંપી મોટી જવાબદારી; ભાજપના સંગઠનમાં ધરખમ ફેરફાર
Sunita Williams: અવકાશના ક્ષેત્રમાં એક યુગનો અંત: 27 વર્ષની સેવા અને 608 દિવસ અંતરિક્ષમાં વિતાવ્યા બાદ સુનિતા વિલિયમ્સ નાસામાંથી નિવૃત્ત.
Nitin Nabin BJP President: નિતિન નબીન બન્યા ભાજપના સૌથી યુવા રાષ્ટ્રીય અધ્યક્ષ; બિહારના કદાવર નેતા સામે સંગઠન મજબૂત કરવાના આ છે મુખ્ય પડકારો.
Exit mobile version