News Continuous Bureau | Mumbai
દેશમાં અત્યંત હાઈસ્પીડ 5G સ્પેક્ટ્રમ(5G spactrum Auction) ફાળવણી કરવા માટે સરકારી હરાજીની શરૂઆત થઈ ગઈ છે.
પહેલા દિવસની હરાજી બાદ કેન્દ્રીય ટેલિકોમ મંત્રી અશ્વિની વૈષ્ણવે(Union Minister Ashwini Vaishnav) કહ્યું કે આજની હરાજીમાંથી સરકારને 1.45 લાખ કરોડની આવક થઈ છે.
હરાજી(Auction) માં જીઓ, એરટેલ, વોડાફોન અને અદાણીની કંપનીએ ભાગ લીધો અને બોલી લગાવી હતી.
આગામી 14 ઓગસ્ટ સુધી 5જી સ્પેકટ્રમની હરાજી પૂરી કરી લેવામાં આવશે અને તે પ્રમાણે દેશમાં સપ્ટેમ્બર કે ઓક્ટોબર 2022માં 5જી સેવાઓ શરુ થઈ જશે.
આ સમાચાર પણ વાંચો : સ્વિસ બેંકમાં ભારતીયોના કેટલા રૂપિયા જમા છે- જાણો આ સવાલનો શું આપ્યો જવાબ નાણામંત્રી નિર્મલા સીતારમણે