ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૨ મે 2021
બુધવાર
ભારત સરકાર પર આરોપ લગાવવામાં આવી રહ્યા છે કે તેણે સાડા છ કરોડ ડોઝ વિદેશ મોકલી આપ્યા છે. હવે સૌ પ્રથમ વખત આ મામલે ભારતીય જનતા પાર્ટીએ પોતાનું મોઢું ખોલ્યું છે.
ભારતે અત્યાર સુધી એક કરોડ સાત લાખ ડોઝ વિદેશ મોકલાવ્યા છે. જેનો હિસાબ આ મુજબ છે
૧. ભારતે ૮૦ લાખ જેટલા ડોઝ એ દેશને મોકલાવ્યા છે જે દેશ પાસેથી વેક્સિન માટે કાચો માલ આવે છે. ભારત અને તે દેશ વચ્ચે આ મુજબ કરાર થયા છે.
૨. ભારતે સાત પાડોશી દેશોને ૮૦ લાખ ડોઝ આપ્યા છે.
૩. ભારતે બે લાખ રસી અમેરિકા મોકલાવી છે. જે શાંતિ સૈનિકો માટે છે. ઉલ્લેખનીય છે કે આ સૈનિકો માં ભારતના જવાનો પણ શામેલ છે.
આ ઉપરાંત ભારતે ૩૦ ટકા વેક્સિન નક્કી કરેલા ભાવ મુજબ દુનિયાના સંખ્યાબંધ દેશોને આપવાની છે કારણ કે તેઓ સાથે કરાર થયા છે. આશરે ૧૪ ટકા વેક્સિન બ્રિટન જશે કારણ કે કોવીશિલ્ડ નું બ્રિટનની કંપની સાથે જોડાણ છે. આ ઉપરાંત સાઉદી અરેબિયાને 12% વેક્સિન મોકલવામાં આવી છે કારણ કે તેનું બુકિંગ ત્યાં રહેતા ભારતીયોએ કરાવ્યું હતું.
આમ ભારતમાંથી અનેક વેક્સિન વિદેશમાં પહોંચી છે.