Site icon

ભારતનો પાસપોર્ટ મજબૂત- 60 દેશોમાં જવા માટે અગાઉથી વિઝા નહીં લેવા પડે

News Continuous Bureau | Mumbai

ભારત(India) અને દુનિયા હવે કોરોનાકાળ(Corona period)ને પાછળ રાખીને આગળ વધી રહી છે અને હાલમાં જ પ્રસિદ્ધ થયેલા પાસપોર્ટ(Passport), પાવર, ઈન્ડેકસમાં ભારતીય પાસપોર્ટે(Indian passport) 83માં સ્થાને છે. એટલે કે ભારતીય પાસપોર્ટ હવે પહેલા કરતા વધુ શક્તિશાળી(powerful) બની ગયો છે.  

Join Our WhatsApp Community

તાજેતરમાં ઇમિગ્રેશન કન્સલ્ટન્સી(Immigration Consultancy) હેનલી એન્ડ પાર્ટનર્સે નવો હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ જાહેર કર્યો છે. તેમાં કુલ 199 દેશોના પાસપોર્ટ સામેલ છે. વર્ષ 2021માં ભારતીય પાસપોર્ટ 199 દેશોની રેન્કિંગમાં 90મા ક્રમે હતો, પરંતુ વર્ષ 2022માં ભારતીય પાસપોર્ટ 7 સ્થાનની છલાંગ લગાવીને 83મા સ્થાને પહોંચી ગયો છે.

આ સમાચાર પણ વાંચો : દાદરમાં તોફાની દરિયાઈ મોજાને કારણે વીજળીના થાંભલાઓનો સોથ વળી ગયો-જુઓ ફોટોગ્રાફ

ભારતીય પાસપોર્ટ(Indian Pass port)ની આ તાકાતનો લાભ તે તમામ ભારતીયો(Indians)ને મળશે જેમની પાસે ભારતીય પાસપોર્ટ છે. હવે ભારતીય પાસપોર્ટ ધારકો વિઝાVisa) વિના વિશ્વના 60 દેશોમાં જઈ શકશે. ગયા વર્ષ સુધી, ભારતીય પાસપોર્ટ દ્વારા કુલ 58 દેશોમાં વિઝા વિના મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે હેન્લી પાસપોર્ટ ઇન્ડેક્સ એ દુનિયા(World)ના તમામ પાસપોર્ટનો ઓરિજિનલ અને વિશ્વસનીય ઇન્ડેક્સ ગણવામાં આવે છે. પાસપોર્ટ ઇન્ડેક્સ પરથી કહી શકાય કે જે દેશો આર્થિક રીતે સદ્ધર છે તેને આ યાદીમાં ટોચનું સ્થાન મળે છે જ્યારે જે દેશો આર્થિક રીતે નબળા હોય અથવા જ્યાં અંધાધૂંધી અને અવ્યવ-સ્થા હોય તેવા દેશોનેે આ યાદીમાં નીચેનું સ્થાન મળે છે.

Pakistan Army: લીપા વેલીમાં પાકિસ્તાની સેનાનો સીઝફાયર ભંગ, ભારતીય ચોકીઓ પર ફાયરિંગ
Delhi Airport: જુઓ: દિલ્હી એરપોર્ટ પર મોટી દુર્ઘટના: વિમાનથી થોડે દૂર ઊભેલી બસ બની આગનો ગોળો, જુઓ વિડિયો
Fake voter list: ઉદ્ધવ જૂથનો સણસણતો આક્ષેપ: ‘ચૂંટણી રોકી દઈશું’ – વોટર લિસ્ટ પર ઉઠાવ્યા સવાલ
Cyclone Montha: બંગાળની ખાડીમાં ચક્રવાત મોંથા થયું પ્રચંડ, જાણો ક્યારે થશે લેન્ડફૉલ, આંધ્રથી ઓડિશા સુધી હાઈ એલર્ટ
Exit mobile version