ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
25 મે 2020
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ટ્વિટર પર ખૂબ મોટી સંખ્યામાં એમના પ્રશંસકો ફોલો કરે છે. પરંતુ, ટ્વિપ્લોમસી દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા એક સર્વેમાં જાહેર થયું છે કે, ભાજપના લોકપ્રિય નેતા મોદીને ફોલો કરનારા અનુયાયીઓમાંથી 60 ટકા લોકો નકલી છે.
'ટ્વિપ્લોમસી', એક ડિજિટલ પ્લેટફોર્મ કે જે આંતરરાષ્ટ્રીય સંગઠનો અને સરકારોને તેમની ડિજિટલ વ્યૂહરચનામાં ફેરફાર કરવામાં મદદ કરે છે, તેને જ દાવો કર્યો છે કે મોદીના 40,993,053 ફોલોઅર્સમાંથી 24,799,527 ખોટા છે જ્યારે 16,191,426 એ અધિકૃત છે. મોદીના ફોલોઅર્સ ના ગુણોત્તર, અંતિમ ટ્વીટની તારીખ અને ટ્વીટ્સની સંખ્યા જેવા પરિબળોને ધ્યાનમાં લઈને, પરીણામ નક્કી કરવામાં આવ્યા હતા. માત્ર મોદી જ નહીં, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, પોપ ફ્રાન્સિસ, કિંગ સલમાન જેવા ટોચના નેતાઓના પણ ટ્વિટર પર ફોલોઅર્સની સંખ્યામાં ઘણી છે.
ટ્વિપ્લોમસીએ ઘટસ્ફોટ કર્યો હતો કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર 3,696,460 નકલી ફોલોઅર્સ અને 1,715,634 જ વિશ્વસનીય છે.
આમ ડિજિટલ ડેટાના એક અભ્યાસ દ્વારા સ્પષ્ટતા થયી છે કે નરેન્દ્ર મોદી હોય કે રાહુલ ગાંધી , મોટા ભાગના લોકપ્રિય નેતાના ઘણા ફોલોઅર્સ નકલી છે.એ સાબિત થઈ છે..