Site icon

Independence Day : ગુજરાતના ખેડૂત ઉત્પાદક સંગઠનના 72 પ્રતિનિધિઓ લાલ કિલ્લા પર સ્વતંત્રતા દિવસની ઉજવણીના સાક્ષી બનશે

Independence Day : નવી દિલ્હીમાં સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં ભાગ લેવા માટે વિવિધ ક્ષેત્રના વિશેષ અતિથિઓને આમંત્રણ વાઈબ્રન્ટ વિલેજના સરપંચો, શિક્ષકો, ખેડૂતો, માછીમારોને સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં ઉપસ્થિત રહેવા આમંત્રિત કરાયા

Independence Day 2023: India Celebrates 77th Independence Day: History And Significance

Independence Day 2023: India Celebrates 77th Independence Day: History And Significance

News Continuous Bureau | Mumbai 

Independence Day : આ વર્ષે 15 ઓગસ્ટના(15 August) રોજ લાલ કિલ્લા(Red Fort) પર ભારતના પ્રધાનમંત્રી શ્રી દ્વારા સ્વતંત્રતા દિવસ ધ્વજારોહણમાં(flag hoist) સમગ્ર ભારતમાંથી લગભગ 1,800 વિશેષ મહેમાનો ભાગ લેશે. જેમાં ગુજરાતના ખેડૂત(Farmers) ઉત્પાદક સંગઠન(FPO)ના 72 પ્રતિનિધિઓ 15 ઓગસ્ટ, 2023ના રોજ દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પર વિશેષ અતિથિ તરીકે સ્વતંત્રતા દિવસની ઉજવણીના સાક્ષી બનશે. આ યોજનાનાં લાભાર્થીઓ તેમનાં કુટુંબો સહિત આશરે 1,800 વ્યક્તિઓમાં સામેલ છે, જેમને લાલ કિલ્લા પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં દેશને સંબોધન સાંભળવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. ‘જન ભાગીદારી’ના વિઝનને અનુરૂપ સરકાર દ્વારા ભારતભરના દરેક ક્ષેત્રના લોકોને આમંત્રિત કરવા અને ઉજવણીનો હિસ્સો બનવાની પહેલ હાથ ધરવામાં આવી છે.

Join Our WhatsApp Community

ચાલુ વર્ષે ભારતને આઝાદીના 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, ત્યારે વાઇબ્રન્ટ વિલેજના સરપંચો, શિક્ષકો, નર્સો, ખેડૂતો, માછીમારો, શ્રમ યોગીઓ, જેમણે નવી દિલ્હીમાં સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનું નિર્માણ કરવામાં મદદ કરી હતી, ખાદી ક્ષેત્રના કામદારો, રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા શાળાના શિક્ષકો, બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશનના કાર્યકરો અને અમૃત સરોવર પ્રોજેક્ટ્સ અને હર ઘર જલ યોજના પ્રોજેક્ટ્સ માટે મદદ કરી હતી અને કામ કર્યું હતું.   દેશના વિવિધ ભાગોમાં અમલમાં મૂકવામાં આવેલા, આ વર્ષે નવી દિલ્હીમાં સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં ભાગ લેવા માટે તેમના જીવનસાથી સાથે આમંત્રણ અપાયું છે.

આ સમાચાર પણ વાંચો : Har Ghar Tiranga : પ્રધાનમંત્રી શ્રીએ નાગરિકોને ‘હર ઘર તિરંગા’ હેઠળ ટ્વીટ કરી તિરંગા સાથેના ફોટા અપલોડ કરવા કહ્યુ

ગુજરાતના પાટણ જિલ્લાના ખારી ગામના યુવા ખેડૂત ઉમેદજી ઠાકોરને આ ઐતિહાસિક સમારોહના સાક્ષી બનવાનું આમંત્રણ મળતા તેઓ સ્પષ્ટ પણે ઉત્સાહિત છે અને તેમણે કહ્યું હતું કે, “પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મારા જેવા નાના ખેડૂતમાં જે અપાર વિશ્વાસ દર્શાવ્યો છે, તેના કારણે જ હું નવી દિલ્હીના લાલ કિલ્લા પર જઈને ઉજવણીમાં ભાગ લઈ શકીશ.” સિદ્ધપુર બ્લોકમાં રુદ્રમહાલય ફાર્મર પ્રોડ્યુસર કંપની લિમિટેડ ચલાવતા ઠાકોર આ વર્ષે સ્વતંત્રતા દિવસના કાર્યક્રમમાં ભાગ લેનારા ગુજરાત રાજ્યના ૭૨ ખેડૂત વિશેષ મહેમાનોમાંના એક છે.

 

આવી જ લાગણી વ્યક્ત કરતાં રાજ્યના સાબરકાંઠા જિલ્લાના ખેડૂત શ્રી ગિરીશભાઈ પટેલે જણાવ્યું હતું કે, નવી દિલ્હીમાં લાલ કિલ્લા પર યોજાનારી ઉજવણીમાં ભાગ લેવા માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી તરફથી આમંત્રણ મળતાં હું ખૂબ જ ખુશ છું. અન્નદાતા ખેત ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડના એફપીઓ ચલાવતા પટેલે વધુમાં જણાવ્યું હતું કે, તેમના જેવી ખેડૂતો માટે કલ્યાણકારી યોજનાઓ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ છે.

ફાર્મર્સ પ્રોડ્યુસર્સ ઓર્ગેનાઇઝેશન (એફપીઓ) નાના ખેડૂતોને એન્ડ-ટુએન્ડ સેવાઓ સાથે ટેકો પૂરો પાડે છે, જેમાં ઇનપુટ, ટેકનિકલ સેવાઓથી માંડીને પ્રોસેસિંગ અને માર્કેટિંગ સુધીના ખેતીના લગભગ તમામ પાસાઓને આવરી લેવામાં આવ્યા છે.

Tejas Mk1A: ભારતીય વાયુસેના માટે ગૌરવની ક્ષણ: તેજસ Mk1A ની પ્રથમ ઉડાન સફળ, સ્વદેશી ફાઇટર જેટની બોલબાલા
Tinsukia: આસામના તિનસુકિયામાં આર્મી કેમ્પ પર મોટો આતંકી હુમલો: ગોળીબારમાં આટલા જવાન થયા ઘાયલ
Bank Holidays: બેંક જતાં પહેલા ચેક કરો, 17થી 23 ઓક્ટોબરની વચ્ચે ક્યારે-ક્યારે છે રજા? જુઓ રાજ્યવાર બેંક રજાઓની સંપૂર્ણ યાદી
Bihar Elections 2025: નીતિશ કુમારના મુખ્યમંત્રી પદ પર સસ્પેન્સ: ભાજપના ‘ડબલ સિગ્નલ’થી બિહારની રાજનીતિમાં મોટી હલચલ
Exit mobile version