News Continuous Bureau | Mumbai
દેશના 74મા પ્રજાસત્તાક દિનની આવતી 26 જાન્યુઆરીએ ઉજવણી કરાશે. એ નિમિત્તે રાષ્ટ્રીય પાટનગર નવી દિલ્હીના કર્તવ્ય પથ (અગાઉના રાજપથ) ખાતે પરંપરાગત પરેડ યોજવામાં આવશે. તેમાં સશસ્ત્ર દળો અને અર્ધલશ્કરી દળોના એકમો દ્વારા ભવ્ય પરેડનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, બાળકોના સાંસ્કૃતિક કાર્યક્રમો, વિજય ચોક ખાતે રીટ્રીટ સેરેમની અને વડાપ્રધાનની એનસીસી રેલી, એક્રોબેટિક મોટરસાયકલ સવારી હશે.
પ્રથમ વખત ઓનલાઈન ટિકિટ બુકિંગ
આ ભવ્ય કાર્યક્રમના સાક્ષી બનવા માટે ઓનલાઈન ટિકિટ બુકિંગ શરૂ થઈ ગયું છે. ડિજિટલ ટિકિટ ધારકો મફત મેટ્રો મુસાફરીનો લાભ લઈ શકે છે. આ વર્ષે, કાર્યક્રમના આમંત્રિતો અને સ્થળની ડિજિટલ ટિકિટ ધારકો ‘ફ્રી મેટ્રો રાઈડ’નો લાભ લઈ શકશે. ઉપરાંત, રાયસીના હિલ પાસેના બે સ્ટેશનો, ઉદ્યોગ ભવન અને કેન્દ્રીય સચિવાલય મેટ્રો સ્ટેશન માટે 26 જાન્યુઆરીએ મેટ્રો સેવાઓ મફત રહેશે.
કામદાર વર્ગને ખાસ આમંત્રણ
આ વખતે 26મી જાન્યુઆરીની પરેડમાં રિક્ષાચાલકોથી લઈને શાકભાજી વેચનારાઓને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે. શ્રમજીવી એટલે કે જે લોકોએ સેન્ટ્રલ વિસ્ટાના નિર્માણમાં મદદ કરી છે તેમના પરિવારો, કર્તવ્ય પથની જાળવણી કરનારા કામદારો 26મી જાન્યુઆરીએ યોજાનારા કાર્યક્રમના મુખ્ય સ્ટેજની સામે બેસશે. આ વર્ષના ગણતંત્ર દિવસની થીમ ‘પાર્ટિસિપેશન ઓફ ધ કોમન પીપલ’ છે.
આ સમાચાર પણ વાંચો: BEST પ્રશાસનની નવી પહેલ.. મુંબઈ એરપોર્ટથી કફ પરેડ માટે શરૂ કરી પ્રીમિયમ બસ સેવા.. જાણો કેટલું હશે ભાડું અને રૂટ..
ઈજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ-સીસી મુખ્ય અતિથિ
સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, પ્રી-કોરોના સમયગાળા દરમિયાન બેઠક ક્ષમતા લગભગ એક લાખ હતી. તે આ વર્ષે ઘટાડીને 45 હજાર કરવામાં આવી છે. આ વખતે VIP આમંત્રણ કાર્ડની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ-સીસી મુખ્ય અતિથિ હશે. ઉપરાંત, ઇજિપ્તની સેનાના 120 સભ્યોની ટુકડી પણ આ સમારોહમાં ભાગ લેશે.