News Continuous Bureau | Mumbai
Flag Hoisting: દેશભરમાં રાષ્ટ્રભક્તિની ભાવના સાથે દેશના ખૂણે ખૂણે ૧૫મી ઓગસ્ટ- સ્વતંત્રતા દિવસની ( Independence Day ) ભવ્ય ઉજવણી થશે. આબાલવૃદ્ધ સૌ ઉત્સાહથી ૭૮મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરશે, ત્યારે રાષ્ટ્રધ્વજ ( National Flag ) ફરકાવતી વખતે આપણે અમુક વાતોનું ખૂબ જ ધ્યાન રાખવાનું હોય છે. જેમાં..
-
રાષ્ટ્રધ્વજ ફરકાવતી વખતે ધ્યાનમાં રાખવું કે તે ફાટેલો, વળેલો કે કરચલી પડેલો ન હોવો જોઈએ. તેને યોગ્ય સ્થાને ફરકાવવો જોઈએ.
-
ભારતનો રાષ્ટ્રધ્વજ ( Indian National Flag ) જે ઊંચાઈએ ફરકાવવામાં આવ્યો છે, તેના જેટલી જ કે વધુ ઊંચાઈએ અન્ય કોઈ ધ્વજ ન ફરકાવવામાં આવે.
-
રાષ્ટ્રધ્વજનો કોઈ પણ પ્રકારના શણગાર માટે ઉપયોગ ન થવો જોઈએ.
-
રાષ્ટ્રધ્વજ ફરકાવતી વખતે કેસરી રંગ ઉપરની તરફ રહે તે ધ્યાન રાખવું જોઈએ.
-
રાષ્ટધ્વજના દંડ કે રાષ્ટ્રધ્વજ પર ફૂલ, પાન, ફૂલહાર વગેરે ન મૂકવાં જોઈએ.
-
રાષ્ટ્રધ્વજ પર કોઈ પણ જાતનું લખાણ લખેલું ન હોવું જોઈએ. કોઈ વસ્તુને છુપાવવા માટે તેનો ઉપયોગન થવો જોઈએ.
-
રાષ્ટ્રધ્વજ જમીન પર ન પડેલો હોવો જોઈએ કે ન પાણીમાં તરતી અવસ્થામાં હોવો જોઈએ.
-
રાષ્ટ્રધ્વજ ફરકાવતી વખતે તેમાં જો જરૂર હોય તો તેની અંદરની બાજુએ ફૂલ મૂકી શકાય છે.
-
રાષ્ટ્રધ્વજનો કોઈ પણ પ્રકારના કૉસ્ચ્યુમ માટે ઉપયોગ ન થવો જોઈએ. તેમજ તેને કમરની નીચે ન બાંધવો જોઈએ. તેનો કાપડ, રૂમાલ, સોફા કવર, નેપકિન કે આંતરવસ્ત્ર તરીકે ઉપયોગ ન થવો જોઈએ.
-
રાષ્ટ્રધ્વજ ફરકાવતી વખતે તે દંડની જમણી તરફ હોવો જોઈએ.
આ સમાચાર પણ વાંચો: WPI Inflation: મોંઘવારીના મોરચે મોદી સરકાર-RBI માટે રાહત: છૂટક પછી, જથ્થાબંધ ફુગાવો પણ ઘટ્યો; જાણો આંકડા
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.