Site icon

Flag Hoisting: આવતીકાલે ૭૮મો સ્વાતંત્ર્ય પર્વ, રાષ્ટ્રધ્વજને ફરકાવતી વખતે ધ્યાનમાં અવશ્ય રાખો આટલી બાબતો.

Flag Hoisting: રાષ્ટ્રધ્વજ ફરકાવતી વખતે ધ્યાનમાં રાખવું કે તે ફાટેલો, વળેલો કે કરચલી પડેલો ન હોવો જોઈએ. તેને યોગ્ય સ્થાને ફરકાવવો જોઈએ.

78th Independence Day tomorrow, keep these things in mind while hoisting the national flag.

78th Independence Day tomorrow, keep these things in mind while hoisting the national flag.

 News Continuous Bureau | Mumbai 

Flag Hoisting: દેશભરમાં રાષ્ટ્રભક્તિની ભાવના સાથે દેશના ખૂણે ખૂણે ૧૫મી ઓગસ્ટ- સ્વતંત્રતા દિવસની ( Independence Day ) ભવ્ય ઉજવણી થશે. આબાલવૃદ્ધ સૌ ઉત્સાહથી ૭૮મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરશે, ત્યારે રાષ્ટ્રધ્વજ ( National Flag ) ફરકાવતી વખતે આપણે અમુક વાતોનું ખૂબ જ ધ્યાન રાખવાનું હોય છે. જેમાં.. 

Join Our WhatsApp Community
  1.  રાષ્ટ્રધ્વજ ફરકાવતી વખતે ધ્યાનમાં રાખવું કે તે ફાટેલો, વળેલો કે કરચલી પડેલો ન હોવો જોઈએ. તેને યોગ્ય સ્થાને ફરકાવવો જોઈએ.

  2. ભારતનો રાષ્ટ્રધ્વજ ( Indian National Flag ) જે ઊંચાઈએ ફરકાવવામાં આવ્યો છે, તેના જેટલી જ કે વધુ ઊંચાઈએ અન્ય કોઈ ધ્વજ ન ફરકાવવામાં આવે.

  3. રાષ્ટ્રધ્વજનો કોઈ પણ પ્રકારના શણગાર માટે ઉપયોગ ન થવો જોઈએ.

  4. રાષ્ટ્રધ્વજ ફરકાવતી વખતે કેસરી રંગ ઉપરની તરફ રહે તે ધ્યાન રાખવું જોઈએ.

  5. રાષ્ટધ્વજના દંડ કે રાષ્ટ્રધ્વજ પર ફૂલ, પાન, ફૂલહાર વગેરે ન મૂકવાં જોઈએ.

  6. રાષ્ટ્રધ્વજ પર કોઈ પણ જાતનું લખાણ લખેલું ન હોવું જોઈએ. કોઈ વસ્તુને છુપાવવા માટે તેનો ઉપયોગન થવો જોઈએ.

  7. રાષ્ટ્રધ્વજ જમીન પર ન પડેલો હોવો જોઈએ કે ન પાણીમાં તરતી અવસ્થામાં હોવો જોઈએ.

  8. રાષ્ટ્રધ્વજ ફરકાવતી વખતે તેમાં જો જરૂર હોય તો તેની અંદરની બાજુએ ફૂલ મૂકી શકાય છે.

  9. રાષ્ટ્રધ્વજનો કોઈ પણ પ્રકારના કૉસ્ચ્યુમ માટે ઉપયોગ ન થવો જોઈએ. તેમજ તેને કમરની નીચે ન બાંધવો જોઈએ. તેનો કાપડ, રૂમાલ, સોફા કવર, નેપકિન કે આંતરવસ્ત્ર તરીકે ઉપયોગ ન થવો જોઈએ.

  10. રાષ્ટ્રધ્વજ ફરકાવતી વખતે તે દંડની જમણી તરફ હોવો જોઈએ.

આ સમાચાર પણ વાંચો: WPI Inflation: મોંઘવારીના મોરચે મોદી સરકાર-RBI માટે રાહત: છૂટક પછી, જથ્થાબંધ ફુગાવો પણ ઘટ્યો; જાણો આંકડા

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

IRCTC Name Change: કન્ફર્મ ટિકિટમાં નામ બદલવું છે? IRCTC પર બુકિંગ કરાવ્યા બાદ પણ આ સરળ રીતે બદલી શકાશે મુસાફરનું નામ!
Faridabad Terror Plot: મોટો ખુલાસો! ૩૬૦ કિલો RDX મામલામાં નવો વળાંક, આતંકીના તાર ‘મહિલા ડૉક્ટર’ સાથે જોડાયેલા!
Ricin Poison: દહેશત! ગુજરાતમાં ISIS આતંકીઓ પાસેથી ‘બાયો-કેમિકલ હથિયાર’ રિસિન જપ્ત, જાણો તે કેટલું છે ખતરનાક
Faridabad Terror Conspiracy: આતંકના ઇતિહાસનું સૌથી મોટું કાવતરું: ૩૬૦ કિલો વિસ્ફોટકો સાથે પકડાયેલા આતંકીઓનો શું હતો ખતરનાક પ્લાન?
Exit mobile version