ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 12 ઑગસ્ટ, 2021
ગુરુવાર
સંસદના ચોમાસુ સત્રના છેલ્લા દિવસે રાજ્યસભામાં હંગામો કરવા પર સરકાર અને વિપક્ષ વચ્ચે વાકયુદ્ધ ચાલુ છે.
કોંગ્રેસના આરોપો બાદ હવે સાત કેન્દ્રીય મંત્રીઓએ પત્રકાર પરિષદ યોજી પલટવાર કર્યો છે.
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યુ કે, ચોમાસુ સત્ર દરમિયાન જે રીતે રસ્તાથી લઈને સંસદ સુધી અરાજકતા જોવા મળી છે, વિપક્ષે દેશની માફી માંગવી જોઈએ.
કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે સંસદને કામ ન કરવા દેવાનો નિર્ણય પૂર્વ આયોજિત હતો. તેમણે કહ્યું કે ઘટનાઓ જે ક્રમમાં બની તે દૃશ્યથી સ્પષ્ટ છે.
કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે જે રીતે રૂલ બુક ફાડવામાં આવી તે અધ્યક્ષ સ્થાન પરનો હુમલો જ હતો મહિલા સુરક્ષા કર્મીઓને ઘાયલ કરવામાં આવ્યા હતા તથા કેટલાક સભ્યો ગૃહમાં ટેબલ પર ચડી ગયા હતા.
આ મંત્રીઓમાં પીયુષ ગોયલ, ધર્મેન્દ્ર પ્રધાન, પ્રહ્લાદ જોશી, અનુરાગ ઠાકુર, ભુપેન્દ્ર યાદવ, અર્જુન રામ મેઘવાલ અને વી મુરલીધરન સામેલ છે.
સંસદ બની અખાડો! વિપક્ષે કરી ધમાલ, સાંસદો અને માર્શલ વચ્ચે થઈ ઝપાઝપી; જુઓ વીડિયો