News Continuous Bureau | Mumbai
કેન્દ્રમાં ભાજપ સરકારે(BJP government) આઠ વર્ષ પૂરા કર્યા છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો(Prime Minister Narendra Modi) વિદેશ પ્રવાસ(Foreign visit) પણ ચર્ચાનો વિષય બની ગયો છે. કારણકે છેલ્લા 8 વર્ષમાં વડા પ્રધાને વિદેશ પ્રવાસમાં પણ શતક કરી નાખ્યું છે. 2014થી અત્યાર સુધી લગભગ 110 થી વધુ વખત તેઓએ વિદેશ પ્રવાસ કર્યો છે. તેમની વિદેશ યાત્રામાં(Foreign tour) 60થી વધુ દેશોની તેમણે મુલાકાત લીધી છે.
ભાજપ સરકારે કેન્દ્રમાં 8 વર્ષ પૂરા કર્યા તેની ઊજવણી ચાલી રહી છે. ત્યારે મોદીનો વિદેશ પ્રવાસ પણ તેની સાથે ચર્ચાસ્પદ બન્યો છે. આટલા વર્ષમાં મોદીએ અમેરિકાની(USA) સૌથી વધુ વખત મુલાકાત લીધી છે. તો ફ્રાન્સ(France), જર્મની(Germany), ચીન(China) અને રશિયામાં(Russia) પાંચ વખત જઈ આવ્યા છે.
આ સમાચાર પણ વાંચો : PM મોદીની શી જિનપિંગ અને પુતિન સાથે વર્ચ્યુઅલ મુલાકાત, આ તારીખે યોજાશે બ્રિક્સ સમિટ..
2014માં લોકસભાની ચૂંટણીમાં(Lok Sabha elections) વિજય મેળવ્યા બાદ પહેલી ટર્મ ચાલુ થઈ એ સાથે જ 2015થી મોદીનો વિદેશ પ્રવાસ ચાલી થઈ ગયો હતો. જેમાં 2015માં તેઓએ સૌથી વધુ વખત વિદેશ પ્રવાસ કર્યો હતો. આ વર્ષ દરમિયાન 28 વખત વિદેશ પ્રવાસ કર્યો હતો. ભૂતપૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહએ દસ વર્ષમાં જેટલી વખત વિદેશ પ્રવાસ કર્યો નહોતો તેનાથી વધુ મોદીએ 8 વર્ષમાં વિદેશ પ્રવાસ કર્યો છે, તેની સામે વિરોધ પક્ષ અનેક વખત નારાજગી વ્યક્ત કરી ચૂક્યો છે.