ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
નવી દિલ્હી
19 જુન 2020
દેશના કરોડો ગરીબ અને આર્થિક રીતે પછાત લોકોના ભરણ પોષણની ચિંતા કરી જરૂરિયાતમંદ લોકોને બે ટંક પૂરતું જમવાનું મળી રહે તે માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ એપ્રિલથી જૂન મહિના સુધી એટલે કે ત્રણ માસ સુધી વિનામૂલ્યે અન્ન વિતરણ કરાયું છે.
એક દેશ એક રેશનકાર્ડ યોજના હેઠળ એક કેન્દ્રશાસિત પ્રદેશ સહિત કુલ 23 જેટલા રાજ્યોના લાભાર્થીઓને જોડી દેવામાં આવ્યાં છે. આ રીતે 1 જૂન 2020 સુધીમાં દેશના 83 % લાભાર્થીઓ જોડાઇ ગયા છે. આવનાર માર્ચ 2021 સુધીમાં 100 % લાભાર્થી આ યોજના સાથે જોડાઇ જશે. આ યોજનાને લીધે હવે દેશનો કોઇપણ નાગરિક દેશના કોઇપણ રાજ્યમાંથી કોઇપણ સ્થળેથી તેને મળતા અન્નનો લાભ પ્રાપ્ત કરી શકશે. વર્તમાન સમયમાં આ યોજનાને અમલમાં મૂકવાથી પ્રવાસી શ્રમિકોને તેનો ઘણો લાભ મળી રહ્યો છે. રાજ્યના NFSA રેશનકાર્ડ ધારકો કોઇ પણ જિલ્લામાંથી કાર્ડ કઢાવ્યું હોય તો પણ રાજ્યની કોઇપણ સસ્તા અનાજની દુકાનમાંથી પોતાનો અન્ન પુરવઠો મેળવી રહ્યાં છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ વિનામૂલ્યે અન્ન વિતરણ કરાઇ રહ્યું છે. જેમાં વ્યક્તિદીઠ 3.5 કિલોગ્રામ ઘઉં, 1.5 કિલોગ્રામ ચોખા અને કાર્ડદીઠ 1 કિલોગ્રામ ચણા વિનામૂલ્યે અપાઇ રહ્યાં છે.
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com