ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 6 નવેમ્બર 2021
શનિવાર.
બોલીવુડ બાદશાહ શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનના ડ્રગ્સ પ્રકરણમાં ધરપકડ બાદથી રાજયના લઘુમતી પ્રધાન નવાબ મલિક નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ના ઝોનલ ઓફિસર સમીર વાનખેડે સામે સતત ગંભીર આરોપ કરતા આવ્યા છે. તેથી રાજયમાં નવાબ મલિક વિરુદ્ધ સમીર વાનખેડે સામ-સામે થઈ ગયા હોવાનું જણાતું હતું. સમીન વાનખેડે પર સતત થઈ રહેલા આરોપને પગલે NCB હવે સમીર વાનખેડે પાસેથી આર્યન ખાન ડ્રગ્સ પ્રકરણ સાથે જ વધુ પાંચ કેસની તપાસ પોતાની પાસે લઈ લીધી છે.
રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતા નવાબ મલિક સમીર વાનખેડે સામે સતત વસૂલીના આરોપ કરી રહ્યા છે. તેથી NCBના સાઉથ-વેસ્ટર્ન રિજનના ડેપ્યુટી ડીજી એમ.એ. જૈને આર્યન ખાન સહિતના છ કેસની તપાસ હવે દિલ્લીની ટીન કરશે એવી જાહેરાત કરી હતી. જેમાં નવાબ મલિકાના જમાઈ સંબંધિત પ્રકરણની તપાસ પણ હવે સમીન વાનખેડેને બદલે દિલ્લી ટીમ જ કરશે.
NCBના પગલાને નવાબ મલિક આવકાર્યું હતુ અને સોશિયલ મિડિયા ટ્વીટર પર આ તો હજી શરૂઆત છે. આ યંત્રણા સ્વચ્છ કરવા મટે હજી બહુ કંઈ કરવાનું પડશે અને અમે તે કરશું એવું લખ્યું હતું.
શું કોરોના પોઝિટિવ રિપોર્ટ આવે તો પણ વિમાન પ્રવાસ કરી શકાશે? આ રાજ્યએ શોધ્યો ઉકેલ: જાણો વિગત
NCBની દિલ્લી એક ટીમ શનિવારે મુંબઈમાં તપાસ અર્થે આવી ગઈ હતી. આ દરમિયાન આર્યન ખાન પ્રકરણમાંથી હટાવી દેવાના અને તેમને દિલ્લી ટ્રાન્સર કરી દેવામાં આવ્યા હોવાના શુક્રવારે દિવસભર ન્યુઝ આવી રહ્યા હતા ત્યારે સમીર વાનખેડેએ તેને અફવા ગણાવી હતી અને સ્પષ્ટતા આપતા કહ્યું હતું કે “ મને તપાસમાંથી હટાવવામાં આવ્યો નથી પરંતુ આ પ્રકરણની તપાસ કેન્દ્રીય એજેન્, મારફત કરવામાં આવે તે મટે મે કોર્ટમાં રિટ પિટશન કરી હતી. તેથી આર્યન કેસ અને નવાબ મલિકના જમાઈ સમીર ખાનના કેસની તપાસ હવે દિલ્લી NCB કરશે. દિલ્લી અને મુંબઈની ટીમ સંયુકત રીતે આ તપાસ કરશે.“
