ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૩ મે ૨૦૨૧
ગુરુવાર
દેશમાં ચાલતા રસીકરણ અભિયાનમાં દરરોજ કંઈક ને કંઈક નવા બદલાવ થઈ રહ્યા છે. સરકારે કોવિશિલ્ડનો બીજો ડોઝ લેવાની મુદત ૨૮ દિવસથી વધારી અને ૪૨ દિવસ કરવામાં આવી. હવે વધુ એક સરકારી પેનલે કોવિશિલ્ડનો બીજો ડોઝ લેવાની મુદત વધારી ૧૨થી ૧૬ અઠવાડિયાં કરવાની ભલામણ કરી છે.
નેશનલ ટેક્નિકલ એડ્વાઇઝરી ગ્રુપ ઓન ઇમ્યુનાઇઝેશન (એનટીએજીઆઇ)એ સરકારને કોવિશિલ્ડના બે ડોઝ વચ્ચે ૧૨થી ૧૬ અઠવાડિયાંનું અંતર રાખવાની ભલામણ કરી છે. જોકેકોવાક્સિનના ડોઝ માટે ફેરફારોની ભલામણ કરવામાં આવી નથી. કોવિશિલ્ડના બે ડોઝ વચ્ચેનું અંતર વધારવાનો આગ્રહ ત્યારે થઈ રહ્યો છે જ્યારે રસી બનાવતી સિરમ ઇન્સ્ટિટ્યુટ રસીના ઉત્પાદનમાં સંઘર્ષ કરી રહી છે અને માગ પ્રમાણે ઉત્પાદન થઈ રહ્યું નથી.
બંગાળમાં ભાજપના બે ધારાસભ્યોએ આપ્યું રાજીનામું; વિધાનસભામાં સંખ્યાબળ ૭૫ પર પહોંચ્યું, જાણો વિગત…
ઉલ્લેખનીય છે કે આ અગાઉ કેન્દ્ર સરકારે નીમેલી તજ્જ્ઞોની સમિતિ કોવિશિલ્ડના બીજા ડોઝની મુદત બાબતે સંશોધન કરી રહી હતી. સમિતિનું તારણ હતું કે છ અઠવાડિયાં બાદ જો બીજો ડોઝ આપવામાં આવે તો તેની અસરકારતા ૫૫.૧% અને જો ૧૨ અઠવાડિયાં બાદ આપવામાં આવે તો તેની અસરકારતા ૮૧.3% થઈ જાય છે.