આખરે સુપ્રીમ કોર્ટે બીસીસીઆઇને રોકડું પરખાવી દીધું- કહ્યું- આતો દુકાન છે- કર્મચારીઓ માટે આ કામ કરો

by Dr. Mayur Parikh

 News Continuous Bureau | Mumbai

બોર્ડ ઓફ ક્રિકેટ કંટ્રોલ ઇન ઇન્ડિયા(Board of Cricket Control in India) અવાર-નવાર પોતાના રંગ રૂપ બદલતું રહે છે. ક્યારેક ક્રિકેટના(Cricket) મસીહા બની જાય છે તો ક્યારેક પોતાની જાતને કમર્શિયલ એન્ટિટી(Commercial entity) ગણાવે છે. આખરે બોર્ડ ઓફ ક્રિકેટ કંટ્રોલ ઇન ઇન્ડિયા ની હકીકત સુપ્રીમ કોર્ટના(Supreme Court) મોઢે બહાર આવી ગઈ છે. વાત એમ છે કે સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો આપતા જણાવ્યું હતું કે bcci અમુક કોર્ટમાં પોતાની જાતને દુકાન તરીકે વર્ણવી છે. આથી આ વાતને આધાર માનીને સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે તેણે પોતાના કર્મચારીઓને(Insurance) વીમા ધારો લાગુ કરીને લાભ આપવો પડશે.

સુપ્રીમ કોર્ટના જસ્ટિસ(Supreme Court Justice) એમ આર શાહ(MR SHAH) અને પીએસ નરસિંહની(PS Narasimha) બેન્ચે આ ચુકાદો આપ્યો છે. પોતાના ઓબ્ઝર્વેશનમાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે બીસીસીઆઈ(BCCI) ની પ્રવૃત્તિ વ્યવસાયિક છે. આથી વ્યવસાયિક એકમોએ પોતાના કર્મચારી માટે જે પગલાં લેવા ફરજિયાત છે તે પગલાં બીસીસીઆઇએ પણ લેવા પડશે.

આ સમાચાર પણ વાંચો :  દેશના આ રાજ્યોમાં મેઘરાજા બોલાવશે ધડબડાટી- ભારતીય હવામાન વિભાગનો વરસાદને લઈને આવો છે વર્તારો

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment