રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે પીએમ મોદી અને જો બાઇડેન વચ્ચે આજે વર્ચ્યુઅલ બેઠક, આ મુદ્દે થશે ચર્ચા; જાણો વિગતે

by Dr. Mayur Parikh

 News Continuous Bureau | Mumbai

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 11 એપ્રિલ એટલે કે આજે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન સાથે વર્ચ્યુઅલ બેઠક કરશે. 

આ બેઠકમાં બંને દેશોના નેતા આપસી હિત માટે દક્ષિણ એશિયા, હિંદ પ્રશાંત ક્ષેત્રની સાથે-સાથે વૈશ્વિક મુદ્દા પર ચાલી રહેલ દ્વિપક્ષીય સહયોગની સમીક્ષા કરશે અને પોતાના વિચારોનું એકબીજા સાથે આદાન-પ્રદાન કરશે. 

બંને દેશના નેતાઓ વચ્ચે આ બેઠક એવા સમયે થઈ જવા રહી છે જ્યારે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. 

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતે રશિયાનો સાથ આપ્યો છે, જ્યારે અમેરિકા મોસ્કો વિરુદ્ધ છે. તેવામાં સંભાવના છે કે બંને દેશના નેતા રશિયા અને યુક્રેનની વર્તમાન સ્થિતિ પર ચર્ચા કરી શકે છે. 

જોકે સત્તાવાર રીતે આ વાતની કોઈ જાણકારી આપવામાં આવી નથી.

આ સમાચાર પણ વાંચો : આત્મનિર્ભર ભારત અને મેક ઈન ઈન્ડિયાને પ્રોત્સાહન આપતા આ સેક્ટરના સ્ટોકમાં એકાએક ઉછાળો આવ્યો; જાણો વિગતે 

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment