ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 20 જાન્યુઆરી 2022
ગુરૂવાર
બોર્ડર પર ચીન સાથેના તણાવ વચ્ચે ભારત પોતાના મિસાઈલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ આગળ વધારી રહ્યું છે.
ભારતે આજે ઓડિશાના દરિયાકાંઠે બ્રહ્મોસ મિસાઇલના નવા વર્ઝનનું પરીક્ષણ કર્યું છે.
આ મિસાઈલ અગાઊના 290 કિલોમીટરના વર્ઝનની તુલનામાં 350થી 400 કિલોમીટર સુધી પ્રહાર કરવાની ક્ષમતા ધરાવે છે.
બ્રહ્મોસ એક શક્તિશાળી આક્રમક મિસાઈલ હથિયાર પ્રણાલી છે જેને સશસ્ત્ર દળોમાં સામેલ કરવામાં આવી ચુકી છે.
ભારતના DRDO અને રશિયાનું NPOM મિસાઇલના વિકાસ, ઉત્પાદન અને માર્કેટિંગ માટે સંયુક્ત રીતે કામ કરે છે.
આ પહેલા 11 જાન્યુઆરીએ ભારતીય નેવીએ ગુપ્ત રીતે બ્રહ્મોસનું પરીક્ષણ કર્યું હતુ.