ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,14 જાન્યુઆરી 2022
શુક્રવાર.
ભારતમાં કોરોનાની ત્રીજી લહેર વચ્ચે બજેટ સત્રને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે.
મળતી જાણકારી મુજબ ભારતનું બજેટ સત્ર 31મી જાન્યુઆરીથી જ શરૂ થશે અને આ વર્ષે બજેટ સત્ર બે અલગ અલગ ચરણમાં રાખવામાં આવ્યું છે.
બજેટ સત્રનો પહેલો ભાગ 31 જાન્યુઆરીથી 11 ફેબ્રુઆરી અને બીજો ભાગ 14 માર્ચથી 8 એપ્રિલ સુધી હોઈ શકે છે.
આ સાથે જ પહેલી ફેબ્રુઆરીના રોજ દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણ કેન્દ્રીય બજેટ સંસદમાં રજૂ કરી શકે છે.
