News Continuous Bureau | Mumbai
કોંગ્રેસ અધ્યક્ષ પદ(Congress president election) માટે ઉમેદવારી નોંધાવવાની આજે છેલ્લી તારીખ છે.
દરમિયાન અશોક ગેહલોત(Ashok Gehlot) બાદ હવે દિગ્વિજય સિંહ(Digvijay Singh) પણ આ રેસમાંથી બહાર થઈ ગયા છે.
તેમણે જાહેરાત કરી છે કે તેઓ અધ્યક્ષ પદ માટે ચૂંટણી નહીં લડે.
એટલે કે હવે કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે મુકાબલો મલ્લિકાર્જુન ખડગે(Mallikarjun Khadge) અને કોંગ્રેસ સાંસદ શશિ થરૂર(MP Shashi Tharoor) વચ્ચે છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કોંગ્રેસ અધ્યક્ષ પદ રેસ માંથી બહાર થઇ ગયા હતા