News Continuous Bureau | Mumbai
નેશનલ હેરાલ્ડ કેસ(National herald case)માં ગાંધી પરિવાર બરાબરનું ફસાયું છે. સોનિયા ગાંધી(Sonia Gandhi) તેમ જ રાહુલ ગાંધી(Rahul Gandhi)ને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (Enforcement Directorate)ની ઓફિસમાં હાજર થવાનું સમન્સ(summons) બજાવવા માં આવ્યું છે. આ સંદર્ભે સોનિયા ગાંધીએ પ્રસ્તુત થવા માટે કેટલાક અઠવાડિયાનો સમય માંગ્યો છે. બીજી તરફ રાહુલ ગાંધી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ને જવાબ આપવા કચેરીમાં જાય તેવી શક્યતા છે.
આ સમાચાર પણ વાંચો : ક્રીકેટ પ્રેમીઓ માટે દુખદ સમાચાર- ભારતનું વર્લ્ડ રેકોર્ડ નોંધાવવાનું સપનું અધુરુ રહી ગયું- જાણો શું ચુકી ગયા
કોંગ્રેસ પાર્ટી(congress) ને ગાંધી પરિવાર (Gandhi Family)પર તૂટી પડેલી આ આફત સદતી નથી. એક સમયે અંગ્રેજો સામે સત્યાગ્રહ(Satyagrah) કરનાર કોંગ્રેસ પાર્ટીએ હવે મોદી સરકાર(Modi govt)દ્વારા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ના માધ્યમથી થઈ રહેલા કથિત અત્યાચાર સંદર્ભે સત્યાગ્રહ કરવાનો નિર્ણય લીધો છે. ૧૩ મી જુનના દિવસે રાહુલ ગાંધી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (Enforcement Directorate)ના કાર્યાલય સમક્ષ હાજર થઇ શકે તેમ છે. આથી કોંગ્રેસ પાર્ટીના તમામ કાર્યકર્તાઓ ભારત દેશની તમામ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઓફિસની બહાર સત્યાગ્રહ કરશે.