ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 5 જાન્યુઆરી 2022
બુધવાર.
દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે.
કોરોનાના દૈનિક કેસ અડધો લાખ એટલે કે 50 હજાર નજીક પહોંચી ગયા છે.
છેલ્લા ત્રણ-ચાર દિવસથી કોરોનાના દૈનિક કેસમાં અસાધારણ ઉછાળો જોવા મળી રહ્યો છે, જેમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસ સામે આવી રહ્યા છે.
જોકે દેશમાં કોરોનાના નવા કેસોમાં તેજીનું કારણ ઓમિક્રોનને માનવામાં આવે છે.
