ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યુરો.
મુંબઈ, 16 એપ્રિલ 2021.
શુક્રવાર.
સની દેઓલ નો પ્રખ્યાત ડાયલોગ તારીખ પે તારીખ.. એ તો તમને યાદ જ હશે! કોર્ટ કેસમાં ખતા વિલંબના સંદર્ભમાં બોલવામાં બોલવામાં આવેલો આ ડાયલોગ હવે આપણા દેશની દરેક કોર્ટ માટે પુરવાર થઇ રહ્યો છે. દેશના ન્યાયાલયોમાં પેન્ડિંગ કેસોની સંખ્યા વધારે છે ત્યારે હવે કોરોનાને કારણે તેની સંખ્યા ઓર વધી ગઈ છે. દેશમાં પેડિંગના કેસોની સંખ્યા 4.4 કરોડને વટાવી ગઈ છે.સુપ્રીમ કોર્ટથી લઈને લોઅર કોર્ટ સુધીની તમામ જગ્યાએ પેન્ડિંગ કેસની સંખ્યામાં વધારો થયો છે.
ગયા વર્ષે માર્ચની તુલનામાં આ વર્ષે સંખ્યામાં 19 ટકાનો વધારો થયો છે.કોર્ટમાં પહેલાથી પેન્ડિંગ કેસોમાં 70 લાખથી વધુ કેસનો ઉમેરો થયો હતો. માર્ચ 2020 માં પેન્ડિંગ કેસની સંખ્યા 3.68 કરોડ હતી.વધુ કેસો આવ્યા બાદ કોર્ટમાં પડકાર વધી જશે. ભારતીય ન્યાય પ્રણાલી સમક્ષ આ એક નવો પડકાર છે. જોકે કોરોનાને કારણે જે પડકાર પેદા થયો છે તે ડિજિટલ તરફ વળવાનો પડકાર છે.વધતા જતા પેન્ડિંગ કેસ અને કોરોનાની આ સ્થિતિ પછી સુપ્રીમ કોર્ટે ઇ-કોર્ટ પ્રોજેક્ટના આગામી તબક્કાના તાત્કાલિક અમલીકરણ પર ધ્યાન આપવું જોઈએ.
ઉલ્લેખનીય છે કે, હાલની પરિસ્થિતિ બાદ ન્યાયાધીશોની ખાલી જગ્યાએ પણ ચિંતામાં વધારો કર્યો છે. દેશની 25 હાઈકોર્ટમાં 400 થી વધુ ન્યાયાધીશોની જગ્યાઓ ખાલી છે. તે જ રીતે, નીચલી અદાલતોમાં 5000 થી વધુ ન્યાયાધીશોની જગ્યાઓ ખાલી છે.