ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 18 સપ્ટેમ્બર, 2021
શનિવાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે કોરોનાના રસીકરણ ક્ષેત્રે એક નવો વિક્રમ સર્જાયો છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વિટ કરીને કહ્યું કે ભારતને અભિનંદન.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે 2.50 કરોડથી વધુ વેક્સીન લગાવીને દેશ અને વિશ્વના ઇતિહાસમાં એક સ્વર્ણિમ અધ્યાય લખવામાં આવ્યો છે. આજનો દિવસ હેલ્થ કર્મચારીઓના નામે રહ્યો.
હાલમાં કોરોનાની રસી મેળવનારની સંખ્યા વધીને કુલ 78.68 કરોડે પહોંચી છે.
ભાજપે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રસીકરણનો દર બમણો કરવાનો લક્ષ્ય રાખ્યો હતો.