ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 5 ફેબ્રુઆરી 2022
શનિવાર
દેશમાં વધતા જતા કોરોનાના ખતરા વચ્ચે વેક્સિનેશન અભિયાનમાં તેજી લાવવામાં આવી છે.
ભારતમાં નેઝલ વેક્સિન બાદ હવે સ્પુટનીકની વધુ એક વેક્સિનને મંજૂરી આપવામાં આવી છે.
ભારતના ડ્રગ્સ કંટ્રોલર જનરલની વિષય નિષ્ણાત સમિતિએ રશિયાની સ્પુટનિક લાઇટ વન-શોટ કોરોના રસીને મંજૂરી આપી છે.
ઉલ્લેખનીય છે કે દેશમાં અત્યાર સુધીમાં 168.47 કરોડ લોકોને કોરોનાની વેક્સિન આપવામાં આવી છે.

