ડીસીજીઆઈએ ૬ થી ૧૨ વર્ષના બાળકોને કોવેક્સિન આપવાની મંજૂરી આપી

News Continuous Bureau | Mumbai

ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડીયાએ(DCGI) ૬-૧૨ વર્ષની ઉંમરના બાળકો માટે કોવેક્સીનને(Covaxin) મંજૂરી આપી છે. આ કોવેક્સીનને હૈદરાબાદ(Hyderabad) સ્થિત ભારત બાયોટેકે(bharat biotech) તૈયાર કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ૧૨,૧૩, અને ૧૪ વર્ષની ઉંમરના બાળકો માતે ૧૬ માર્ચથી કોવેક્સીન લગાવવાનું શરૂ થયું હતું. જે બાળકોનો જન્મ ૨૦૦૮, ૨૦૦૯ અને ૨૦૧૦ માં થયો છે. તે તમામ વેક્સીન(Vaccine) લગાવી શકે છે.  ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડીયા (ડીસીજીઆઇ) ની સબ્જેક્ટ એક્સપર્ટ કમિટીએ ગત અઠવાડિયે અન્ય એક વેક્સીનની પણ ઇમરજન્સી ઉપયોગની ભલામણ કરી હતી. આ ભલામણ ૫ થી ૧૧ વર્ષના બાળકો માટે કરવામાં આવી હતી. હૈદ્રાબાદ સ્થિત ફર્મ બાયોલોજિકલ-ઇ તરફથી તૈયાર કરવામાં આવેલી કોર્બેવેક્સ(Corbevex) કોરોના વિરુદ્ધ દેશની પ્રથમ સ્વદેશી વિકસિત પ્રોટીન સબ યુનિટ વેક્સીન છે. ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડીયા (ડીસીજીઆઇ)એ ૬-૧૨ વર્ષની ઉંમરના બાળકો માટે ભારત બાયોટેકની કોવેક્સીનને ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી મળી ગઈ હોવાની સૂત્રો પાસેથી માહિતી પ્રાપ્ત થઇ છે.

આ સમાચાર પણ વાંચો : સરકારે રાશન કાર્ડ ધારકો માટે નવા નિયમો… હવે મફતનું અનાજ નહીં મળે. જો તમારી પાસે આ વસ્તુઓ હશે..

 

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *