Site icon

આ શું? એક તરફ રસીની અછત બીજી તરફ સરકારે આટલા કરોડ રસી અન્ય દેશોને આપી… આંકડો સાંભળીને આંખ પહોળી થઈ જશે.

ન્યૂઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 10 એપ્રિલ 2021

Join Our WhatsApp Community

શનિવાર

કોરોનાની પરિસ્થિતિ દેશભરમાં વકરી રહી છે. કેન્દ્ર સરકાર અને તમામ રાજ્ય સરકારો રસીકરણ પર ભાર આપી રહી છે. મહારાષ્ટ્રમાં રસીની અછત સર્જાતા અમુક રસીકરણ કેન્દ્ર બંધ કરવાનો વારો આવ્યો છે. મહારાષ્ટ્ર સરકારે કેન્દ્ર સરકાર પાસે ૪૦ લાખ ડોઝની માંગણી કરી હતી, જેમાંથી માત્ર ૭.૫૦ લાખ ડોઝ જ આપવામાં આવ્યા હતા.

બીજી તરફ રસીના ૬.૫૦ કરોડ ડોઝ ૮૪ દેશોમાં આપવામાં આવ્યા છે, જે અંતર્ગત 3.૫૮ કરોડ ડોઝ ૪૪ દેશોમાં વ્યાપારી કરાર હેઠળ આપવામાં આવ્યા છે. ભારતમાં જનતાને વેક્સીન મળતી નથી અને અન્ય દેશોમાં મોટા પાયે નિકાસ શું કામ? તેવો પ્રશ્ન કેન્દ્ર સરકાર પર ઊભો થયો છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લાં ૨૪ કલાકમાં ૩૬ લાખ ૯૧ હજાર લોકોને વેક્સીન આપવામાં આવી છે. વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી રસીકરણ અભિયાનમાં થતી આ ત્રુટી તરફ ધ્યાન દોર્યું હતું અને રસીની મોટા પાયે થતી નિકાસ પર સવાલ ઉઠાવ્યો હતો.

રેમડેસિવર ની રામાયણ. સુરતમાં કોણ આપશે? મુખ્યમંત્રીએ કીધું સી.આર.પાટીલ ને પૂછો તો પાર્ટી અધ્યક્ષ સીઆર પાટીલે કીધું હું જાતે લઈ આવું છું. આખરે શું ચાલી રહ્યું છે?

March 1 Rule Changes 2026: ટ્રેન ટિકિટથી લઈને WhatsApp અને UPI સુધી; તમારા ખિસ્સા પર પડશે સીધી અસર.
Delhi Liquor Scam: દિલ્હી લિકર પોલિસી કેસમાં કેજરીવાલ-સિસોદિયાને ક્લીન ચીટ, કોર્ટે તમામ ૨૩ આરોપીઓને મુક્ત કર્યા; CBI ની ઊંઘ ઉડી ગઈ!.
Bandhavgarh Tiger Deaths 2026: બાંધવગઢમાં વાઘના મોતે વધારી ચિંતા, ૨૦૨૫ માં ૫૪ અને ૨૦૨૬ ના પ્રારંભે ૧૦ મોત; હાઈકોર્ટે આપ્યો આ આદેશ .
Vayu Shakti 2026: સરહદ પર ભારતીય વાયુસેનાનો દબદબો! ૧૨,૦૦૦ કિલોના બોમ્બ ફેંકી દુશ્મન દેશોને અપાયો કડક સંદેશ
Exit mobile version