ન્યૂઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 10 એપ્રિલ 2021
શનિવાર
કોરોનાની પરિસ્થિતિ દેશભરમાં વકરી રહી છે. કેન્દ્ર સરકાર અને તમામ રાજ્ય સરકારો રસીકરણ પર ભાર આપી રહી છે. મહારાષ્ટ્રમાં રસીની અછત સર્જાતા અમુક રસીકરણ કેન્દ્ર બંધ કરવાનો વારો આવ્યો છે. મહારાષ્ટ્ર સરકારે કેન્દ્ર સરકાર પાસે ૪૦ લાખ ડોઝની માંગણી કરી હતી, જેમાંથી માત્ર ૭.૫૦ લાખ ડોઝ જ આપવામાં આવ્યા હતા.
બીજી તરફ રસીના ૬.૫૦ કરોડ ડોઝ ૮૪ દેશોમાં આપવામાં આવ્યા છે, જે અંતર્ગત 3.૫૮ કરોડ ડોઝ ૪૪ દેશોમાં વ્યાપારી કરાર હેઠળ આપવામાં આવ્યા છે. ભારતમાં જનતાને વેક્સીન મળતી નથી અને અન્ય દેશોમાં મોટા પાયે નિકાસ શું કામ? તેવો પ્રશ્ન કેન્દ્ર સરકાર પર ઊભો થયો છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લાં ૨૪ કલાકમાં ૩૬ લાખ ૯૧ હજાર લોકોને વેક્સીન આપવામાં આવી છે. વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી રસીકરણ અભિયાનમાં થતી આ ત્રુટી તરફ ધ્યાન દોર્યું હતું અને રસીની મોટા પાયે થતી નિકાસ પર સવાલ ઉઠાવ્યો હતો.