IndiGo’s Mega Recruitment: હવે ફ્લાઈટ કેન્સલ થવાની ચિંતા છોડો! ઈન્ડિગો 1,000 નવા પાયલોટોની કરશે ભરતી, મુસાફરોને મળશે મોટી રાહત

IndiGo's Mega Recruitment: પાયલોટની અછતને કારણે ડિસેમ્બરમાં 5,000 ફ્લાઈટ્સ થઈ હતી કેન્સલ; નવા આરામ નિયમોના પાલન માટે 'મેગા રિક્રુટમેન્ટ' અભિયાન.

by Akash Rajbhar
IndiGo's Mega Recruitment Airline to hire 1,000+ pilots to tackle flight cancellations and reclaim domestic dominance.

News Continuous Bureau | Mumbai

દેશની સૌથી મોટી ડોમેસ્ટિક એરલાઇન ઈન્ડિગો માટે છેલ્લા કેટલાક મહિના પડકારજનક રહ્યા છે. પાયલોટની અછત અને ફ્લાઈટ કેન્સલેશનને કારણે એરલાઇનને રેગ્યુલેટર DGCA ની તપાસ અને દંડનો સામનો કરવો પડ્યો હતો. હવે પોતાની બાદશાહત ફરી સ્થાપિત કરવા માટે ઈન્ડિગોએ 1,000 થી વધુ પાયલોટની ભરતી કરવાની જાહેરાત કરી છે. ભારતીય એવિએશન ઇતિહાસના આ સૌથી મોટા રિક્રુટમેન્ટ કેમ્પેઈનમાંથી એક ગણવામાં આવે છે.ડિસેમ્બર મહિનામાં માત્ર સાત દિવસમાં 5,000 થી વધુ ફ્લાઈટ્સ કેન્સલ થવાને કારણે મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. પાયલોટના આરામ માટેના નવા નિયમો (FDTL) લાગુ થયા બાદ ક્રૂની અછત સર્જાઈ હતી. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે કંપનીએ હવે ટ્રેની ફર્સ્ટ ઓફિસર, સીનિયર ફર્સ્ટ ઓફિસર અને કેપ્ટનની ભરતી પ્રક્રિયા તેજ કરી છે.

DGCA ની તપાસમાં સામે આવ્યા ચોંકાવનારા તથ્યો

નાગરિક ઉડ્ડયન નિયમનકાર DGCA ની તપાસમાં જાણવા મળ્યું કે ઈન્ડિગો પાસે જરૂરિયાત કરતા ઓછા પાયલોટ હતા. એરલાઇનને 2,422 કેપ્ટનોની જરૂર હતી, પરંતુ તેની પાસે માત્ર 2,357 કેપ્ટન જ ઉપલબ્ધ હતા. તપાસમાં એ પણ સામે આવ્યું કે ક્રૂ પર વધુ પડતા કામનું દબાણ હતું, જેને કારણે રોસ્ટર બફર માર્જિનમાં ઘટાડો થયો અને ઓપરેશનલ કેપેસિટી પર ખરાબ અસર પડી. હવે ઈન્ડિગો સ્ટેન્ડબાય ક્રૂનું લેવલ વધારીને 15% સુધી લઈ જવા માટે આયોજન કરી રહી છે.

આ સમાચાર પણ વાંચો : Maharashtra Cabinet Update: મહારાષ્ટ્રની તિજોરી પર ફરી NCP નો કબજો? દેવેન્દ્ર ફડણવીસે આપ્યું ગ્રીન સિગ્નલ; જાણો શું સુનેત્રા પવાર બનશે નવા નાણા મંત્રી?.

પાયલોટની ટ્રેનિંગ અને પ્રમોશન પર ભાર

ઈન્ડિગો પાસે અત્યારે મજબૂત ઇન્ટરનલ ટ્રેનિંગ સિસ્ટમ છે, જે દર મહિને લગભગ 20-25 ફર્સ્ટ ઓફિસરને કેપ્ટન તરીકે પ્રમોટ કરે છે. નિયમો મુજબ, કેપ્ટન બનવા માટે ઓછામાં ઓછો 1,500 કલાકનો ઉડાન અનુભવ હોવો જરૂરી છે. ઈન્ડિગો દર મહિને સરેરાશ ચાર નવા વિમાન પોતાના કાફલામાં સામેલ કરે છે, જેની સામે પાયલોટોની સતત ભરતી અને ટ્રેનિંગ અનિવાર્ય બની ગઈ છે.

એરબસ A320 સિવાયના પાયલોટોને પણ તક

એક મહત્વના નિર્ણયમાં ઈન્ડિગોએ એવા પાયલોટોને પણ લેવાની તૈયારી બતાવી છે જેમની પાસે એરબસ A320 વિમાન ઉડાડવાનો અગાઉનો અનુભવ નથી. કંપની આ પાયલોટોને ખાસ ટ્રેનિંગ આપીને પોતાના નેટવર્કમાં સામેલ કરશે. આ સિવાય નેટવર્કનું પુનર્ગઠન કરીને ફ્લાઈટ્સ વચ્ચેનો સમયગાળો (Interval) પણ વધારવામાં આવ્યો છે, જેથી કોઈપણ વિલંબની સ્થિતિમાં મુસાફરોને ઓછામાં ઓછી તકલીફ પડે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More