ઈસ્લામાબાદ સ્થિત ભારતીય હાઈકમીશન પર ગત સપ્તાહે ડ્રોન જોવા મળ્યું એ ઘટનાને લઈ ભારત સરકારે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે.
ડ્રોન હાઈ કમિશનના વિસ્તારમાં એવા સમયે દેખાયું કે જ્યારે ત્યાં મિશનની અંદર એક કાર્યક્રમ ચાલુ હતો.
આ પહેલીવાર છે જ્યારે પાકિસ્તાનમાં ભારતીય મિશનની અંદર ડ્રોન જોવા મળવાની ઘટના બની છે.
જોકે ઈસ્લામાબાદમાં ભારતીય હાઈ કમિશન પર ડ્રોન જોવા મળવાની ઘટના અંગે હજુ સુધી કોઈ આધિકારીક નિવેદન સામે આવ્યું નથી.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જમ્મુ એરફોર્સ સ્ટેશનમાં વિસ્ફોટ થયા બાદથી ડ્રોન જોવા મળવાની ઘટના વધી ગઈ છે.