Site icon

અનાજની તંગીનો સામનો કરી રહેલા આ દેશે ભારતને નુકસાનીથી બચાવી લીધુ- તુર્કીએ રિજેક્ટ કરેલા ઘઉં હોંશે હોંશે ખરીદી લીધા- જાણો વિગતે

India to supply 10000 tons of wheat to Afghanistan

ભારત અફઘાનિસ્તાનને 10,000 ટન ઘઉંની સપ્લાય કરશે

 News Continuous Bureau | Mumbai 

અનાજની કારમી તંગીનો(Grain shortage) સામનો કરી રહેલા ઈજિપ્તે(Egypt) ભારતે(india) લાખો રૂપિયાના આર્થિક નુકસાનીથી(Economic losses) બચાવી લીધું છે. રૂબેલ વાયરસનો(Rubella virus) હવાલો આપી તુર્કીએ ભારતના જે ઘઉંને(Wheat) પાછા મોકલ્યા હતા, તે ઘઉં હવે ઈજિપ્તે હાથોહાથ ખરીદી લીધા છે.

Join Our WhatsApp Community

રશિયા અને યુક્રેન(Russia ukaine war) વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે ઈજિપ્ત હાલ અનાજની કારમી અછતનો સામનો કરી રહ્યું છે. ઈજિપ્ત વિશ્ર્વમાં ઘઉંની આયાત કરનારો સૌથી મોટો દેશ છે. એક અહેવાલ મુજબ તુર્કીએ(Turkey) જે ઘઉંની ગુણવત્તા ખરાબ હોવાનું કહીને માલ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો, તે ઘઉંને ઈજિપ્તએ ખરીદી લીધા છે.

ભારતે 13 મેના રોજ ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. જોકે તે પહેલા જ ભારતે તુર્કીને 56,000 ટન ઘઉંની નિકાસની(Wheat exports) મંજૂરી આપી હતી. ઘઉંની ખેપ(Consignment of wheat) ભારતથી રવાના કરતા પહેલા ક્વોરન્ટાઈનથી(quarantine) લઈને તમામ પ્રક્રિયાઓ પૂરી કરવામાં આવી હતી. છતાં તુર્કીએ ભારતના ઘઉંમાં રૂબેલા વાયરસ મળ્યા હોવાનુ કહીને ઘઉંનો માલ સ્વીકાર કરવાનો ઈનકાર કર્યો હતો અને ઘઉં પરત કરી દીધા હતા.

આ સમાચાર પણ વાંચો :  કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને ED એ જારી કર્યું નવું સમન્સ- હવે આ તારીખે પૂછપરછ માટે કોંગ્રેસ નેતાને બોલાવ્યા-જાણો શું છે કારણ 

ભારતના ખાદ્ય સચિવ(Food Secretary of India) સુધાંશુ પાંડેના(Sudhanshu Pandey) કહેવા મુજબ ઘઉંની જે ખેપ તુર્કી રવાના થઈ હતી તે ભારતીય કંપની(Indian company) આઈટીસી લિમિટેડની(ITC Ltd.) હતી. તે કરાર માટેની નાણાકીય લેવડ-દેવડ પણ કરી ચૂકી હતી. ભારતીય કંપનીએ આ ઘઉં નેધરલેન્ડની(Netherlands) વિદેશી કંપનીને(Foreign company) વેચ્યા હતા. ત્યાંથી તે તુર્કી ગયા હતા. ધઉંની તપાસ અને તમામ પ્રકારની મંજૂરી બાદ જ ઘઉં મોકલવામાં આવ્યા હતા. છતાં તુર્કીએ તેનો સ્વીકારવાનો જ ઈનકાર કરી દીધો હતો. જોકે હવે ઈજિપ્તએ આ ઘઉં હાથો-હાથ ખરીદી લીધા છે.
 

Mumbai Rain: ગોવા પછી મુંબઈમાં પણ વરસાદ, સમુદ્રમાં ઊંચા મોજાનું એલર્ટ, આઈએમડીએ આપી આ ચેતવણી
Cyber ​​thug: સાયબર ઠગોએ લીધો જીવ! પુણેમાં નિવૃત્ત અધિકારીને ૧.૧૯ કરોડની છેતરપિંડીનો આઘાત, થયું દુઃખદ નિધન
Delhi Riots 2020: સત્તા પરિવર્તનના ષડયંત્ર હતા ૨૦૨૦ના રમખાણો… સુપ્રીમ કોર્ટમાં દિલ્હી પોલીસનો દાવો, ટ્રમ્પના પ્રવાસ સાથે શું છે કનેક્શન?
Akhtar Qutubuddin: નકલી વૈજ્ઞાનિક બનેલા અખ્તર કુતુબુદ્દીને પરમાણુ ડેટા ચોર્યો! ચિંતા વધારનારી ઘણી વસ્તુઓ મળી આવી
Exit mobile version