Site icon

ઘાટકોપર વાંદરાઓથી ત્રસ્ત, જીવદયાપ્રેમીઓ ખાવાનું નાખે છે અને વાંદરાઓ વિસ્તાર છોડતા નથી; જાણો મુંબઈના ઘાટકોપરના હાલ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૭ જુલાઈ ૨૦૨૧

Join Our WhatsApp Community

બુધવાર

મુંબઈના ઘાટકોપર અને વિદ્યાવિહારમાં વાંદરાઓનો ત્રાસ ખૂબ જ વધી ગયો છે. એને પગલે લોકો અને ખસ કરીને બાળકો ધોળે દિવસે પણ બહાર નીકળતાં ગભરાવા લાગ્યાં છે. વાંદરાઓના આ ત્રાસથી બચવા લોકોએ જાળી બેસાડવાનો વારો આવ્યો છે અને આખો દિવસ બારી-બારણાં બંધ રાખવાં પડે છે. બીજી તરફ જીવદયાપ્રેમીઓ આ વાંદરાઓનેસતત ખોરાક પૂરો પાડે છે, એથી વાંદરાઓ અહીંથી જવાનું નામ લેતા નથી.

વાંદરાઓ માટે આ વિસ્તાર એવો પોતીકો બની ગયો છે કે વાંદરાઓ ગમેત્યારે કોઈના પણ ઘરમાં ઘૂસી કિચનમાંથી મનપસંદ વસ્તુ ચટ કરી જાય છે. ઘાટકોપરના પ્રમોદ મહાજન ગાર્ડન પાસે પણ અવારનવાર વાંદરાઓ તમાશો કરે છે. ઘણા લોકો બાળકો સાથે આ જોવા નીકળી પડે છે, તો બીજી તરફ બાઇક પર પસાર થતા લોકો આ વાંદરાથી ખૂબ ડરે છે, કારણ કે વાંદરા બાઇકની પાછળ દોડે છે.

પર્યાવરણ : તાનસા અભયારણ્યમાંથી સાગનાં વૃક્ષોની તસ્કરી, 70વૃક્ષ ગાયબ થયાં

વાંદરાઓ આસપાસની સોસાયટીમાં રમતાં બાળકોને અને મહિલાના પગ પકડી લે છે, તો ઘણીવાર નખ મારીને છૂ થઈ જાય છે. વાંદરાને ભગાડવા માટે લોકોએ વગર દિવાળીએ ઘરમાં ફટાકડા રાખવાની શરૂઆત કરી છે. વાંદરાઓ જો આતંક મચાવે તો ફટાકડા ફોડી તેમને ભગાડવામાં આવે છે. લોકોએ ઘણીવાર વન વિભાગમાં પણ આ વિશે ફરિયાદ નોંધાવી છે, પરંતુ તેમના તરફ હજી આ વાંદરાઓને પકડવા કોઈ આવ્યું નથી.

ઉલ્લેખનીય છે કે માનવોએ જંગલ તોડીને સિમેન્ટ કૉન્ક્રીટનાં બિલ્ડિંગો બાંધ્યાં છે,એથી આ વાંદરાઓનું ઘર છીનવાયું છે એટલે તેઓ માનવવસ્તીમાં રહેવા આવી ગયા છે. ઉપરાંત જીવદયાપ્રેમીઓ તેમને સમયસર ખાવાનું આપતા હોવાથી તેઓ અહીંથી જવાનું નામ લેતા નથી. જુઓ વીડિયો.

 

Nitish Kumar Cabinet: બિહારમાં મંત્રીમંડળની રચના: કયા પક્ષના કેટલા નેતાઓએ શપથ લીધા? નીતિશ સરકારની નવી ટીમના ચહેરા સામે આવ્યા
Nitish Kumar: ઘર, જમીન, ગાડીઓ… નીતિશ કુમાર, સમ્રાટ ચૌધરી અને વિજય સિન્હાની કુલ સંપત્તિ કેટલી? જાણો કોણ છે વધુ ધનવાન
Al-Falah University: આતંકવાદ સાથે જોડાણ: અલ-ફલાહ યુનિવર્સિટીનો આ વિદ્યાર્થી અમદાવાદ, જયપુર અને ગોરખપુરમાં કરાવી ચૂક્યો છે ધમાકા
Aadhaar Card: આધાર કાર્ડમાં થશે મોટો ફેરફાર? ફોટોકોપીના દુરુપયોગને રોકવા માટે UIDAI નો મોટો નિર્ણય
Exit mobile version