Site icon

શું લાંબી કવાયત બાદ દેશભરમાં ફરજિયાત ટોલ ટેકસ વસુલી ટેકનોલોજી હટશે? સંસદીય સમિતિએ સરકારને કરી આ ભલામણ; જાણો વિગતે

રેકોર્ડબ્રેક ટોલ કલેક્શન.. ફાસ્ટેગથી માત્ર એક દિવસમાં થઇ અધધ આટલા કરોડની કમાણી, જાણો આંકડા

રેકોર્ડબ્રેક ટોલ કલેક્શન.. ફાસ્ટેગથી માત્ર એક દિવસમાં થઇ અધધ આટલા કરોડની કમાણી, જાણો આંકડા

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 4 ફેબ્રુઆરી 2022          

Join Our WhatsApp Community

શુક્રવાર

ટોલનાકે ટોલ ટેકસ વસૂલી માટે વાહનોની લાંબી લાઈન લાગતી હતી અને સમયનો વ્યય થતો હતો, તેને નિવારવા છેલ્લા કેટલાય સમયથી ટોલ ટેક્સ વસૂલી માટે ફાસ્ટેગ સિસ્ટમ અમલમાં મૂકી છે, હવે સંસદીય સમિતિએ ટોલ ટેક્સ વસૂલવા માટે લાંબા વાહનોમાં લગાવવામાં આવેલા ફાસ્ટેગ હટાવવાની ભલામણ કરી છે અને જો તે ભલામણ સ્વીકારાય તો ટૂંક સમયમાં ટોલ ટેક્સ જીપીએસના માધ્યમથી સીધા બેંક ખાતામાંથી વસૂલવામાં આવશે. સમિતિનો તર્ક છે કે આ બાબત તેના માટે મદદરૂપ સાબિત થશે. જે ફાસ્ટેગ ઓનલાઈન રિચાર્જ કરાવવાથી ટેકનિકથી આવી રીતે વાકેફ નથી. 

સરકારે સૂચન પર અમલ કરવાનું આશ્વાસન આપ્યું છે. પરિવહન અને પર્યટન સંબંધી સંસદની સ્થાયી સમિતિના અધ્યક્ષ ટી.જી. વેંકટેશે સંસદમાં રાષ્ટ્ર નિર્માણમાં રાજમાર્ગોની ભૂમિકા વિષય પર રિપોર્ટ રજૂ કર્યો હતો. જેમાં ઉલ્લેખ છે કે કેન્દ્ર સરકાર ટોલ ટેક્સ વસૂલી માટે જીપીએસ આધારિત વ્યવસ્થા લાગુ કરવા જઈ રહી છે તેમાં રાષ્ટ્રીય રાજમાર્ગો પર ટોલપ્લાઝા બનાવવા માટે પાયાનું માળખું નહીં બનાવવું પડે કે જે રાજમાર્ગ પરિયોજનાના ખર્ચનો ભાગ છે.

AIMIM પ્રમુખ ઓવૈસી પર હુમલો થતાં મોદી સરકાર એક્શનમાં મોડમાં, આ કેટેગરીની સુરક્ષા આપવાનો કર્યો નિર્ણય; જાણો વિગતે 

ઉલ્લેખનીય છે કે ટોલ પ્લાઝા પર વાહનોની લાંબી કતારો ઘટાડવા માટે FASTag સિસ્ટમ શરૂ કરવામાં આવી હતી, જેના કારણે વાહનોનો ટોલ ટેક્સ FASTag દ્વારા જ કપાય છે અને વાહનોને ટોલ પ્લાઝા પર રોકવાની જરૂર નથી પડતી.  

LK Advani: અડવાણીના ૯૮ વર્ષ પૂર્ણ! પીએમ મોદીએ જન્મદિવસ નિમિત્તે આપી ખાસ શુભેચ્છાઓ…
AI in India: એ.આઈ. (AI) ની વાત: ભારત માટે એક મોટી તક અને આવનાર સમયના પડકારો.
Nirmala Sitharaman: નિર્મલા સીતારામનનો બેંકોને સ્પષ્ટ આદેશ: “ગ્રાહકો સાથે તેમની સ્થાનિક ભાષામાં જ વાત કરો!”
Kupwara Encounter: આતંક પર સેનાનો પ્રહાર, જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં આટલા આતંકવાદી મરાયા ઠાર, ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ!
Exit mobile version