Site icon

રક્ષામંત્રી રાજનાથ સિંહે અગ્નિપથ યોજના કરી લોન્ચ-જાણો અગ્નિવીરોને કેટલો મળશે પગાર

News Continuous Bureau | Mumbai

દેશના રક્ષામંત્રી(Defense Minister) રાજનાથ સિંહે(Rajnath Singh) આજે સેનાના ત્રણેય પાંખના વડાઓ સાથે પત્રકાર પરિષદ(Press conference) યોજી. આ દરમિયાન તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર(Central Government) અગ્નિપથ યોજના(Agnipath Yojana) લાવશે. રાજનાથ સિંહે જણાવ્યું કે અગ્નિપથ ભરતી યોજના હેઠળ સેનામાં ચાર વર્ષ માટે યુવાઓની ભરતી કરાશે. આ સાથે જ તેમને નોકરી છોડતી વખતે સેવા નિધિ પેકેજ પણ મળશે. આ યોજના હેઠળ સેનામાં સામેલ થનારા યુવાઓને અગ્નિવીર(Agniveer) કહેવામાં આવશે.  

Join Our WhatsApp Community

આ યોજના હેઠળ સામેલ થનારા યુવાઓને ચાર વર્ષ માટે સેનામાં ભરતી કરાશે. આ દરમિયાન અગ્નિવીરોને આકર્ષક પગાર મળશે. સેનાની(Army) ચાર વર્ષની નોકરી બાદ યુવાઓને ભવિષ્ય માટે વધુ તકો પણ પ્રદાન કરાશે.  ત્રણેય સેના પ્રમુખોએ(army chiefs) હાલમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને(Prime Minister Narendra Modi) આ યોજના અંગે પ્રેઝન્ટેશન આપ્યું હતું. આ યોજના હેઠળ સેનામાં યુવાઓ ઓછા સમય માટે ભરતી થઈ શકશે. આ યોજનાને અગ્નિપથ યોજના નામ અપાયું છે. જે હેઠળ યુવાઓ ચાર વર્ષ માટે સેનામાં સામેલ થઈને દેશની સેવા કરી શકશે.

આ સમાચાર પણ વાંચો :  દેશમાં બેરોજગારીની વિપક્ષોની બૂમ વચ્ચે વડા પ્રધાન મોદીનો મોટો નિર્ણય- PMએ મંત્રાલયોને નોકરીઓને લઈને આપ્યો આ આદેશ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આ ડ્રીમ પ્રોજેક્ટ છે. જેના દ્વારા સેનામાં સામેલ થઈ રહેલા જવાનોની સરેરાશ ઉંમર ઓછી કરવાનો પ્રયત્ન રહેશે અને રક્ષાદળોના ખર્ચામાં પણ ભારે કમી લાવી શકાશે. આ યોજના હેઠળ ચાર વર્ષ માટે યુવાઓ (અગ્નિવીર)ને સેનામાં ભરતી કરાશે અને ચાર વર્ષ બાદ મોટાભાગના જવાનોને સેવામુક્ત કરાશે. તેમને અન્ય જગ્યાએ નોકરી અપાવવા માટે પણ સેના એક સક્રિય ભૂમિકા ભજવશે. એવો તર્ક અપાઈ રહ્યો છે કે સેનામાં જાે કોઈ ચાર વર્ષ કામ કરશે તો તેમની પ્રોફાઈલ મજબૂત બનશે અને દરેક કંપની આવા યુવાઓને હાયર કરવામાં રસ દાખવશે. આ ઉપરાંત સેનામાં ૨૫ ટકા જવાન રહી શકશે જે નિપુર્ણ અને સક્ષમ હશે. જાે કે આ ત્યારે જ શક્ય બનશે જ્યારે તે સમયે સેનામાં ભરતી નીકળી હોય. આ પ્રોજેક્ટથી સેનાના કરોડો રૂપિયા પણ બચી શકે છે. એક બાજુ પેન્શન ઓછાલોકોને આપવું પડશે તો બીજી બાજુ વેતનમાં પણ ભારે બચત થઈ શકશે.

IRCTC Name Change: કન્ફર્મ ટિકિટમાં નામ બદલવું છે? IRCTC પર બુકિંગ કરાવ્યા બાદ પણ આ સરળ રીતે બદલી શકાશે મુસાફરનું નામ!
Faridabad Terror Plot: મોટો ખુલાસો! ૩૬૦ કિલો RDX મામલામાં નવો વળાંક, આતંકીના તાર ‘મહિલા ડૉક્ટર’ સાથે જોડાયેલા!
Ricin Poison: દહેશત! ગુજરાતમાં ISIS આતંકીઓ પાસેથી ‘બાયો-કેમિકલ હથિયાર’ રિસિન જપ્ત, જાણો તે કેટલું છે ખતરનાક
Faridabad Terror Conspiracy: આતંકના ઇતિહાસનું સૌથી મોટું કાવતરું: ૩૬૦ કિલો વિસ્ફોટકો સાથે પકડાયેલા આતંકીઓનો શું હતો ખતરનાક પ્લાન?
Exit mobile version