Site icon

દેવામાં ડૂબેલી એર ઈન્ડિયા ટાટા ગ્રૂપે ખરીદી હોવાના સમાચાર અંગે સરકારે કર્યો ખુલાસો, જાણો શું કહ્યું

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 01 ઓક્ટોબર, 2021 

Join Our WhatsApp Community

શુક્રવાર

આજે સવારે મીડિયામાં એવા સમાચારો વહેતા થયા હતા કે દેવામાં ડૂબેલી સરકારી વિમાન કંપની એર ઈન્ડિયા માટે હરાજીમાં સૌથી વધુ કિંમત ચૂકવીને ટાટા સન્સે બીડ જીતી લીધી છે. જોકે, હવે સરકાર તરફથી પણ સ્પષ્ટતા આવી છે કે, આ બાબતે હજી નિર્ણય લેવાયો નથી. જ્યારે નિર્ણય લેવાશે ત્યારે જાણકારી અપાશે.

સરકારી સંપત્તિઓના ડિસઈન્વેસ્ટમેન્ટ વિભાગ દ્વારા આ મામલે ટ્વિટ કરીને જાણકારી આપવામાં આવી છે કે, ‘સરકારે એર ઈન્ડિયા માટેના બિડને મંજૂરી આપી દીધી છે તેવી ખબરો મીડિયામાં વહેતી થઈ છે. આ અહેવાલો ખોટા છે. સરકારે આ બાબતે નિર્ણય લીધો નથી. જ્યારે નિર્ણય લેવાશે ત્યારે મીડિયાને જાણકારી આપવામાં આવશે.’

સૂત્રોનું કહેવું છે કે એર ઈન્ડિયાના નવા માલિક અંગેનો નિર્ણય આગામી અમુક દિવસોમાં જ લેવામાં આવશે. હાલ તમામ બોલીઓનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. સરકારને અનેક બોલીઓ મળી છે. એમાં ટાટા ગ્રુપની ટાટા સન્સ કંપની પણ છે. આ કંપની દાવેદારોમાં સૌથી આગળ છે.

ઉલ્લેખનીય છે કે, એર ઈન્ડિયા માટે ટાટા ગ્રૂપ અને સ્પાઈસ જેટ દ્વારા બોલી લગાવવામાં આવી છે. કેન્દ્ર સરકારે એર ઈન્ડિયાને વેચવા માટે બીજી વખત પ્રયત્ન કર્યો છે. આ પહેલા 2018માં સરકારે પોતાની 76 ટકા હિસ્સેદારી વેચવા પ્રયત્ન કર્યો હતો પણ સફળતા મળી નહોતી.

ઓહો!  ઝુનઝુનવાલાએ ફક્ત બે શેરમાંથી મહિનામાં 900 કરોડની કમાણી કરી લીધી;  આ બે શેરમાં રોકાણ કરનારા બધા જ થયા માલામાલ: જાણો વિગત

જાણો ક્યારે થઇ એર ઈન્ડિયાની શુરુઆત? 

એર ઈન્ડિયાની શરૂઆત 1932માં ટાટા ગ્રુપ દ્વારા જ કરવામાં આવી હતી. ટાટા ગ્રુપના દિગ્ગજ જે.આર.ડી ટાટાએ તેની શરૂઆત કરી હતી. ત્યારબાદ 1947માં રાષ્ટ્રીય જરૂરિયાત ઊભી થતાં સરકારે 49% હિસ્સો ખરીદી લીધો હતો. ત્યારબાદ 1953માં સરકારે એર કોર્પોરેશન એક્ટ પાસ કરીને મેજર હિસ્સો લઈ લીધો હતો અને સરકાર દ્વારા સંચાલન થતું હતું.

Middle East Tension: યુદ્ધના મેદાનમાં ફસાયેલા ભારતીયોની સુરક્ષા માટે માસ્ટર પ્લાન! વિદેશ મંત્રાલયે શરૂ કર્યો ૨૪x૭ કંટ્રોલ રૂમ; હેલ્પલાઈન નંબર સેવ કરી લેજો..
Middle East Conflict: દુશ્મનોના હુમલા થશે નિષ્ફળ! મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે ભારત રશિયા પાસેથી ખરીદશે વધુ S-400 મિસાઈલ સિસ્ટમ; જાણો કેમ આ ડીલ છે ખાસ.
India Faces Major LPG Crisis: ભારતના રસોડા પર યુદ્ધની અસર: ઈરાન-અમેરિકા તણાવથી LPG પુરવઠા પર મોટું સંકટ; જાણો દેશમાં હવે કેટલા દિવસનો સ્ટોક બાકી?
SpiceJet Special Flights: વતન વાપસીની આતુરતા! યુએઈથી સ્પેશિયલ ફ્લાઈટ્સ શરૂ, પરંતુ કુવેતમાં ફસાયેલા ભારતીયોની વધી મુશ્કેલી; જાણો ગ્રાઉન્ડ રિપોર્ટ.
Exit mobile version