ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો.
મુંબઈ, 14 એપ્રિલ 2021.
બુધવાર.
એક તરફ દેશમાં વધતા કોરોના ના પ્રકોપને કારણે ચારે બાજુ લોકડાઉનની ચર્ચા થઈ રહી છે. ત્યાં જ નાણામંત્રી નિર્મલા સીતારામને જાહેર કર્યું છે કે, 'સરકારનો વ્યાપક સ્તર પર લોકડાઉન લાગુ કરવાનો કોઈ જ વિચાર નથી. જ્યારે આ મહામારી ને રોકવા ફક્ત સ્થાનિક સ્તર પર પ્રતિબંધો લાગુ કરવામાં આવશે.'
નાણામંત્રી નિર્મલા સીતારમને કોરોના વાયરસ મહામારીને ફરીથી ફેલાવતું રોકવા માટે પાંચ સુત્રી રણનીતિ અપનાવવાનું સૂચન કર્યું હતું. જેમાં ટેસ્ટ, તપાસ કરવી, ઉપચાર કરવો, ટીકાકરણ અને કોવિડ 19ને ફેલાવતા રોકવા માટે ઘડવામાં આવેલા નિયમો નું પાલનનો સમાવેશ થાય છે.
કોરોનાને બાજુમાં મૂકીને હજારો લોકો ગયા કુંભ સ્નાન કરવા. જાણો વિગત
નાણામંત્રીએ વધુમાં જણાવ્યા મુજબ, 'કોરોનાની બીજી લહેર પહેલી લહેર કરતા વધારે ઘાતક પુરવાર થઇ રહી છે તે છતાં પણ અમે વ્યાપક સ્તર પર લોકડાઉન નહીં કરીએ. અમે ભારતની અર્થવ્યવસ્થાને પૂર્ણ રૂપથી ઠપ્પ કરવા માંગતા નથી. સ્થાનિક સ્તર પર કોરોનાના દર્દીઓને અથવા એના પરિવારજનો ને અલગ રાખવા ના ઉપાય કરવામાં આવશે. તેમજ કોરોના પર નિયંત્રણ લાવવાના ઉપાયો દ્વારા આ સંકટથી બહાર આવવાના પ્રયત્નો કરીશું.'