ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૨૭ એપ્રિલ 2021
મંગળવાર
ચૈત્ર પૂર્ણિમાના અવસર પર હરિદ્વાર ખાતે ચાલી રહેલા કુંભમેળામાં આજે આખરી શાહી સ્નાન છે. અગાઉ શાહી સ્નાન ને કારણે વિવાદ સર્જાયો હતો. તેમજ તમામ સ્તર પર ટીકા કરવામાં આવી હતી કે કોરોનાની વિકટ પરિસ્થિતિમાં કુંભમેળાનું સમાપન થવું જોઈએ.
આ મુદ્દે સાધુઓમાં મતમતાંતર હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે સાધુઓને અનુરોધ કર્યો હતો કે કુંભ મેળા ને સમાપ્ત કરવામાં આવે.
હવે આનો અસર દેખાઈ રહ્યો છે. કુંભમેળામાં શાહી સ્નાન પ્રતીકાત્મક રીતે થઈ રહ્યું છે. તમામ સાધુ-સંતો ઢોલ નગારા વગર શિસ્ત સાથે સ્નાન માટે પહોંચ્યા છે. આ ઉપરાંત સામાન્ય લોકોની સંખ્યા પણ નગણ્ય છે. આમ ૩૦ એપ્રિલે પુરો થનાર કુંભમેળો પોતાના સમાપન તરફ આગળ વધી રહ્યો છે.
ઉત્તરપ્રદેશ માં ઓક્સીજન ખુટી જતાં 9 દર્દીઓ ના મોત.. જાણો વિગત…