ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 24 નવેમ્બર 2021
બુધવાર.
ભારત અને રશિયા વચ્ચે બહુ જલ્દી એકે-203 એસોલ્ટ રાયફલ માટેની ડિલ ફાઈનલ થવા જઈ રહી છે.
50,000 કરોડ રુપિયા આ ડીલ હેઠળ ઉત્તરપ્રદેશના અમેઠીની એક ફેકટરીમાં આગામી દસ વર્ષમાં 6 લાખ એકે-203 એસોલ્ટ રાયફલનુ નિર્માણ કરવામાં આવશે .
ફેકટરી શરુ થયાના 32 મહિના બાદ ભારતીય સેનાને આ રાઈફલ મળવાનુ શરુ થઈ જશે.
એકે-203 એસોલ્ટ રાયફલ ભારતીય સેના દ્વારા હાલમાં વપરાતી ઈન્સાસ રાયફલ્સનુ સ્થાન લશે.
આ ડીલનો ફાયદો એ છે કે, ભવિષ્યમાં પણ અમેઠીની ફેક્ટરીમાં આ રાયફલ બનાવી શકાશે.
ઉલ્લેખનીય છે કે થોડા વર્ષો પહેલા બંને પક્ષો દ્વારા આ ડીલને લઈને સહમતી થઇ હતી પરંતુ ડીલમાં ટેક્નોલોજી ટ્રાન્સફરને કારણે વાત અટકી પડી હતી.
હવે એમેઝોન નો ઉપયોગ ઝેર મંગાવવા માટે થયો. ઇંદોર માં બની કમનસીબ ઘટના. જાણો વિગતે…