News Continuous Bureau | Mumbai
મુંબઈમાં 4 થી 17 જુલાઈ, 2022 સુધીના 14 દિવસમાં ટ્રેનમાં(Train) ચેઇન પુલિંગના(Chain Pulling) કુલ 122 કેસ નોંધાયા છે. તેમાંથી, 102 કેસ નોંધવામાં આવ્યા છે અને 71 વ્યક્તિઓ પર ભારતીય રેલ્વે(Indian Railways) અધિનિયમની કલમ 141 હેઠળ પર્યાપ્ત અથવા માન્ય કારણ વગર એલાર્મ ચેન(Alarm chain) ખેંચવા બદલ કાર્યવાહી કરવામાં આવી છે. તથા તેમની પાસેથી 42,600 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે.
મુસાફરો અલાર્મ ચેઈનને બિનજરૂરી રીતે ખેંચે નહીં તે માટે સેન્ટ્રલ રેલવે(Central Railway) એલાર્મ ચેઈન પુલિંગ (ACP- એલાર્મ ચેઈન) સિસ્ટમનો દુરુપયોગ અટકાવવા માટે રેલવે સતત જાગૃતી લાવવાના પ્રયાસ કરતી હોય છે. છતાં લોકો બિનજરૂરી રીતે ચેઈન પુલિંગ દ્વારા ટ્રેનોને રોકવાના પ્રયાસો કરતા હોય છે.
ટ્રેન પકડવા મુસાફરો સમયસર પહોંચતા નથી અને ટ્રેન ચાલુ થઈ જાય છે ત્યારે તેમના પરિવારના સભ્યો ટ્રેન રોકવા ચેન ખેંચતા હોય છે. અમુક સમયે પ્રવાસી ટ્રેનમાં(passenger train) સૂઈ જાય છે, પછી તેને પોતાનું સ્ટેશન(railway station) છૂટી ગયું તેને જાણ થાય છે ત્યારે સ્ટેશન પર ઉતરવા પણ ચેન ખેંચતો હોય છે.
આ સમાચાર પણ વાંચો : સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો નવા અશોક સ્તંભનો મામલો- સિંહની પ્રતિમા ને લઈને કરાઈ આ માંગ-જાણો વિગતે
મધ્ય રેલવે આવા ACPના દુરુપયોગના મામલાઓ પર નજર રાખતી હોય છે. મોટાભાગના કેસોમાં આરપીએફ(RPF), ટિકિટ ચેકિંગ સ્ટાફની(Ticket checking staff) તકેદારી અને અન્ય રેલવે સ્ટાફ(Railway staff) અને મુસાફરોની ફરિયાદો અને સહકારને કારણે ગુનેગાર તરત જ પકડાઈ જાય છે, પરંતુ કેટલીકવાર અજાણ્યા વ્યક્તિઓ સામે પણ કેસ નોંધવામાં આવે છે. બિનજરૂરી સંજોગોમાં ACP એ રેલવે એક્ટની કલમ 141 હેઠળ સજાપાત્ર ગુનો છે. મધ્ય રેલવેએ મુસાફરોને(railway passengers) તેમની ટ્રેન ઉપડવાના ઓછામાં ઓછા 30 મિનિટ પહેલા ટર્મિનસ(Terminus) અને સ્ટેશન પર પહોંચવાની અપીલ પણ કરવામાં આવતી હોય છે, છતાં લોકોને તેને ગણકારતા નથી.
પર્યાપ્ત કારણ અથવા કટોકટી વિના ખેંચવામાં આવેલ એલાર્મ ચેઇન માત્ર તે ચોક્કસ ટ્રેનને અસર કરતું નથી પરંતુ તેની પાછળ ચાલતી ટ્રેનો પર પણ અસર કરે છે. મુંબઈ વિભાગ જેવી ઉપનગરીય પ્રણાલીઓમાં(suburban systems), આના પરિણામે મેલ/એક્સપ્રેસ(Mail/Express) અને ઉપનગરીય ટ્રેનો(Suburban trains) મોડી દોડે છે. એક અથવા થોડા મુસાફરોની સુવિધા માટે ACPનો વધુ દુરુપયોગ અન્ય મુસાફરોને અસુવિધા તરફ દોરી જાય છે.
આ સમાચાર પણ વાંચો : ટેલિકોમ સેક્ટર માં નંબર 1 બન્યું રિલાયન્સ જિયો- 5Gના આગમન પહેલા જ Jioને થયો આટલા ટકાનો ચોખ્ખો નફો