News Continuous Bureau | Mumbai
દક્ષિણ ભારત(South India)ના હૈદરાબાદ(Hyderabad)માં લગભગ 14,000 ફૂટબોલ મેદાનની(Foot Bal Ground) સાઈઝની જમીન પર વિશાળ ફાર્મા સીટી (Pharma City) બની રહ્યું છે. અહીં ફાર્મા સીટી ઊભું થવાની સાથે જ દવાઓના મેનુફેક્ચરિંગ (Manufacturing) માટે લાગતા રો- મટીરીયલ માટે ચાઇનીઝ ડ્રેગન પર રહેલી નિર્ભરતા બહુ જલદી ભારત મુક્ત થશે એવી આશા સેવાઈ રહી છે.
હૈદરાબાદ ફાર્મા સિટીની આ જગ્યા લગભગ 8.4 ડોલર બિલિયન લાવશે. સાથે જ 560,000 લોકોને રોજગારીની તક પણ ઉપલબ્ધ કરશે તેવી અપેક્ષા છે. એક વખત જમીન ફાળવવામાં આવ્યા પછી અહીં બે વર્ષની અંદર જ પેનિસિલિન, આઇબુપ્રોફેન અને એન્ટિ-મેલેરિયલ્સ જેવી દવાઓ માટે મહત્વપૂર્ણ કાચા ઘટકો (રો-મટિરીયલ) તૈયાર કરાશે જે સમગ્ર વિશ્વમાં માટે ઉપયોગી સાબિત થશે.
ભારતીય ફાર્માસ્યુટિકલ (Indian pharmaceutical ) ઉદ્યોગને દવા બનાવવા માટે લગભગ 70% સક્રિય રો-મટીરીયલ ચીન(China) પૂરું પાડે છે. હૈદરાબાદમાં વિશાળ પ્રોજેક્ટ ઊભો કરવામાં આવી રહ્યો છે જે બતાવે છે કે કેવી રીતે સરકારને દવાના પુરવઠા પર ચીનના દબદબાને કારણે ચિંતા છે.
ભારતની તેની પોતાની દવાઓનો પુરવઠો જ ફક્ત દેશમાં નહીં પરંતુ આફ્રિકા(Africa), અમેરિકા(USA) અને યુરોપ(Europ)માં પણ કરે છે. તેમાં પણ અમેરિકન ફાર્મસીઓ અને વૈશ્વિક સ્તરે સેંકડો દેશોમાં વેચાતી મોટાભાગની જેનરિક દવા(medicine)ઓ ભારતમાંથી સપ્લાય થાય છે. બંને દેશો વારંવાર સરહદ પર અથડામણના કારણે કાચા માલના પુરવઠાને ચાલુ રાખવા માટે ભારતની ચીન પરની નિર્ભરતા દિવસેને વધુને વધુ ચિંતાજનક બની રહી છે.
આ સમાચાર પણ વાંચો : વિદ્યાર્થીઓ આનંદો.. હવે એક સાથે બે ડીગ્રી લેવાની ઈચ્છા ધરાવનાર વિદ્યાર્થીઓને છુટ મળી… જાણો નવો કાયદો…
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને "વિશ્વની ફાર્મસી"(World Pharmacy) તરીકે પ્રમોટ કરી રહ્યા છે, પરંતુ ભારત(India)ના 42 બિલિયન ડોલર ફાર્માસ્યુટીકલ મેનુફેક્ચરીંગ ઈન્ડસ્ટ્રી(Pharmaceutical Manufacturing Industries) જેમાંથી મોટાભાગના મુખ્ય મથક હૈદરાબાદમાં છે, તેમને કોરોના(Covid19) ની શરૂઆતમાં ભારે તકલીફ થઈ હતી. 2020 ની સાલની શરૂઆતમાં કોરોના વાયરસ બહાર ફેલાય નહીં તે માટે ચીને હુબેઈ પ્રાંતને તાળું મારી દીધું હતું, જેમાં વુહાન ખુદ એક મોટું દવાનું ઉત્પાદન કેન્દ્ર છે. જેના કારણે ભારત અને સમગ્ર વિશ્વમાં દવાના રો મટીરીયલ સહિત અનેક વસ્તુની કિંમતોમાં 100% જેટલો વધારો થયો હતો.
હાલ ચાઇના ફરીથી કોવિડ સામે લડે છે ત્યારે વિશ્વ અર્થતંત્રના પુરવઠાને ફરી અસર થઈ રહી છે,ત્યારે ભવિષ્યની ચિંતાને ધ્યાનમાં રાખીને હૈદરાબાદમાં મોટુ ફાર્મા સીટી બનાવવાની તડામાર તૈયારી ચાલી રહી છે.